ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વખત મહિલાની ફાયર વિભાગમાં ભરતી કરાશે - Uday Sivananda Kovid Hospital

રાજકોટમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ મહાનગરપાલિકા તંત્ર જાગ્યુ છે.રાજકોટના અલગ-અલગ ફાયર સ્ટેશનમાં ખાલી પડેલી વિવિધ જગ્યાઓ પર ભરતી યોજી રહ્યું છે. જેમાં પ્રથમ વખત ફાયર વિભાગ મહિલાની પણ ભરતી કરવામાં આવશે.

રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વખત મહિલાની ફાયર વિભાગમાં ભરતી કરાશે
રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વખત મહિલાની ફાયર વિભાગમાં ભરતી કરાશે

By

Published : Dec 10, 2020, 11:09 AM IST

  • ફાયર સ્ટેશનમાં ખાલી પડેલી વિવિધ જગ્યાઓ પર ભરતી
  • રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વખત મહિલાની ફાયર વિભાગમાં ભરતી કરાશે
  • સ્ત્રી સશક્તિકરણને પણ પ્રોત્સાહન

રાજકોટઃરાજકોટમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ મહાનગરપાલિકા તંત્ર સફાળું જાગ્યું છે. તેમજ હાલ રાજકોટના અલગ-અલગ ફાયર સ્ટેશનમાં ખાલી પડેલી વિવિધ જગ્યાઓ પર ભરતી યોજી રહ્યું છે, ત્યારે રાજકોટમાં ઇતિહાસમાં પ્રથમ વખત જ ફાયર વિભાગ મહિલાની પણ ભરતી કરવામાં આવશે. મહિલાની ફાયર સ્ટેશન ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવશે.

ઇતિહાસમાં પ્રથમ વખત મહિલાની ફાયર વિભાગ નિમણૂક

રાજકોટમાં અત્યાર સુધી ફાયર વિભાગમાં પુરૂષોની ભરતી કરવામાં આવતી હતી પરંતુ મહિલાની ભરતી અંગે મનપા કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, રોસ્ટર મુજબ એક જગ્યાએ ફાયર સ્ટેશન ઓફિસરની મહિલા માટે અનામત છે. તેના માટેની પણ મનપા દ્વારા જાહેરાત આપવામાં આવી છે અમને આશા છે કે અમને ફાયર સ્ટેશન ઓફિસરના રૂપમાં મહિલા મળશે. તો સમાજમાં પણ સારો મેસેજ જશે. જેમજ સ્ત્રી સશક્તિકરણને પણ પ્રોત્સાહન મળશે.

રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વખત મહિલાની ફાયર વિભાગમાં ભરતી કરાશે

ફાયર વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા કટિબદ્ધ

રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનામાં 6 દર્દીઓના મોત થયા છે. ત્યારે રાજકોટમાં આગામી દિવસોમાં આગ લાગવાના કારણે આવી મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે મનપા દ્વારા હાલ ફાયર વિભાગમાં ખાલી પડેલી વિવિધ જગ્યાઓ ભરવા માટે મનપા દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તેમજ આગામી દિવસોમાં જેમ બને તેમ આ પ્રક્રિયા વહેલાસર પૂર્ણ કરી લેવાનું પણ મનપા કમિશનર દ્વારા જણાવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details