નાતાલ અને 31stના તહેવારને લઈને રાજકોટ ફૂડ વિભાગના કેક શોપ પર દરોડા રાજકોટ : હાલ નાતાલનો તહેવાર શરૂ છે અને થર્ટી ફર્સ્ટ આવનાર છે. ત્યારે નાતાલ અને થર્ટી ફર્સ્ટના (thirty first party) તહેવારને લઈને મોટી સંખ્યામાં લોકો કેક, પેસ્ટ્રી અને બેકરી પ્રોડક્ટનો વધુમાં વધુ ઉપયોગ કરતા હોય છે. જેને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા કેક શોપ બેકરીની પ્રોડક્ટનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યો હતો. જેમાં કેક અને પેસ્ટ્રીમાં વધુ પડતા કલરનો ઉપયોગ તેમજ બેકરી પ્રોડક્ટ એક્સપાયરી ડેટ વાળી હોવાનું સામે આવ્યું હતું. જેનો નાશ કરવામાં આવ્યો હતો. (Food department cake shop raids)
આ પણ વાંચોટેન્કરમાં સફેદ દૂધનો કાળો કારોબાર ઝડપાયો
30 જેટલી દુકાનોમાં હાથ ધરાયુ ચેકીંગઆ મામલે ફૂડ વિભાગના અધિકારી અમિત પંચાલે જણાવ્યું હતું કે, છેલ્લા એક અઠવાડિયાથી કેક અને પેસ્ટ્રી શોપ તેમજ બેકરી પ્રોડક્ટનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં દરોડા (cake shop raids in Rajkot) પાડવામાં આવી રહ્યા છે. જેમાં 30થી વધુ દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે આજે સોરઠીયા વાડી સર્કલ નજીક આવેલી કેક અને પેસ્ટ્રી શોપ પર દરોડો પાડવામાં આવ્યો હતો. જે દરમિયાન વધુ પડતા કલરનો કેક અને પેસ્ટ્રીમાં ઉપયોગ થતો હોય તે સામે આવ્યું છે. જ્યારે એક્સપાયરી ડેટ વાળી બેકરી પ્રોડક્ટ જોવા મળતા તમામ જથ્થાનો નાશ કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. (Food department checking bakery in Rajkot)
આ પણ વાંચોSurat Food Poisoning : લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ 300થી વધુ લોકો લથડ્યા
14 પેઢીને લાઇસન્સ, હાઈજેનીક બાબતે નોટિસફૂડ વિભાગની ટીમ દ્વારા રાજકોટ શહેરમાં આવેલી કેક અને બેકરી પ્રોડક્ટ્સનું વેચાણ કરતાં કુલ 32 ફૂડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં બેકરી પ્રોડક્ટ્સ, ઠંડાપીણાં, નમકીનનો મળી કુલ 68 kg. જથ્થો તેમજ એક્સપાયરી થયેલી ઠંડાપીણાનો કુલ મળી 38 લિટર જથ્થો સ્થળ પર નાશકરવામાં આવ્યો છે. તેમજ સ્થળ પર 14 પેઢીને લાઇસન્સ, હાઈજેનીક કન્ડિશન જાળવવા તથા યોગ્ય સ્ટોરજ રાખવા બાબતે નોટિસ આપવામાં આવી છે. (Food department raids in Rajkot)