ગુજરાતમાં 12 થી13 જૂનના દરમિયાન વાયુ વાવાઝોડાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઇ હતી. જેના કારણે સમગ્ર રાજ્યમાં લોકસુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વિવિધ ટીમોને સતર્ક કરવામાં આવી હતી. તો દરિયાઇ વિસ્તારોનેમાં આવતા ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા હતા. સાથે અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતરીત કરવામાં આવ્યા હતા. ત્યારે તંત્ર દ્વારા ફૂડ પેકેટ સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.
‘વાયુ’ વાવાઝોડાના પગલે ગોંડલના અક્ષર મંદિરે તૈયાર કર્યા 15 હજાર ફૂડ પેકેટ્સ - Gujarat
રાજકોટઃ જિલ્લામાં આવેલા ગોંડલના શ્રી અક્ષર મંદિર દ્વારા વાયુ વાવાઝોડાના પગલે બચાવ કામગીરીના ભાગરૂપે 15 હજાર ફૂડ પેકેટ્સ તૈયાર કરાયા છે.
"વાયુ" વાવાઝોડાના પગલે ગોંડલના અક્ષર મંદિર દ્વારા ફૂડપેકેટ તૈયાર કરાયા
લોકસેવા માટે કેટલીક ધાર્મિક સેવાભાવી સંસ્થાઓએ સહકાર આપ્યો હતો.જેમાં ગોંડલના અક્ષર મંદિર દ્વારા અસરગ્રસ્તો માટે 15 હજાર જેટલા ફૂડપેકેટ તૈયાર કરવામાં આવ્યા હતા. બુંદી અને ગાંઠીયાના કુલ 15 હજાર જેટલા ફૂડ પેકેટ અક્ષર મંદિરના 450 જેટલી સ્વયંસેવિકાઓએ અને 60 જેટલા સ્વયંસેવકોએ તૈયાર કર્યા હતા.