- રાજકોટ પોલીસ કમિશનરે દિવાળીને અનુલક્ષીને જાહેરનામું બહાર પાડ્યું
- દિવાળી દરમિયાન રાતના 10થી 6 વાગ્યા સુધી ફટાકડાં ફોડવા અને તુક્કલ ઉડાવવા પર પ્રતિબંધ
- કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસ કમિશનરની શહેરીજનોને અપીલ
રાજકોટમાં દિવાળી તહેવારને લઇ પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા દિવાળીને અનુલક્ષીને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમા રાજકોટમાં દિવાળી દરમિયાન રાતના 10થી 6 વાગ્યા સુધી ફટાકડાં ફોડવા, તુક્કલ ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથે શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા અપીલ કરવામાં આવી છે.
rajkort
રાજકોટઃ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા દિવાળીને અનુલક્ષીને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં આગામી તારીખ 2/11/2020થી 1/12/2020 સુધી રાતના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી ફટાકડા ફોડવા સહિતના પ્રતિબંધ ફરમવામાં આવ્યા છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને શહેરીજનોને દિવાળીનો તહેવાર ઉજવવાની કરવા અને શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા અપીલ કરવામાં આવી છે.
જાહેરનામા મુજબ રાજકોટમાં પ્રતિબંધ...
- ચાઈનીઝ તુકકલ, ચાઈનીઝ લેંટર્નના ઉત્પાદન, વહેંચાણ, ઉડાડવા પર પ્રતિબંધ
- રાજકોટના જાહેર રોડ- રસ્તાઓ, ફૂટપાથ સહિતના સ્થળો પર ફટાકડા ફોડવાની મનાઈ
- રાત્રીના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી ફટાકડા ફોડવા અંગે પ્રતિબંધ
- પોલીસ કમિશ્નરે વિસ્તારમાં આવેલ તમામ કોર્ટ, હોસ્પિટલના 100 મી. વિસ્તારમાં ફટાકડા ફોડવાની મનાઈ ફરમાવી
- રાજકોટના વિવિધ માર્ગો પર રોકેટ, બૉમ્બ, હવાઈ ફટાકડા જેનો સમાવેશ દારૂ ખાનામાં થતો હોય તેવા ફટાકડા ફોડવાની મનાઈ જાહેર
પોલીસ કમિશનરની શહેરીજનોને અપીલ
રાજકોટ પોલીસ કમિશનર દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે કે, કોરોના મહામારી દરમિયાન લોકડાઉન અને અનલોક 1થી અનલોક 5 સુધી રાજકોટવાસીઓએ પોલીસને ખૂબ જ સહકાર આપ્યો છે. તેવી જ રીતે દિવાળીના તહેવાર દરમિયાન પણ પોલીસને શહેરજનો સહકાર આપે અને કોરોના વાઇરસની મહામારી દરમિયાન સુરક્ષિત અને સ્વસ્થ રહે. આ ઉપરાંત જાહેર સ્થળોએ વાહન ચલાવતા સમયે, પ્રવાસ દરમિયાન માસ્ક ફરજિયાત પહેરે અને જાહેરમાં થૂંકવું નહીં તેવી અપીલ કરવામાં આવી છે.
Last Updated : Oct 29, 2020, 6:29 AM IST