ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટના પીપળીયા નજીક નવા બની રહેલા કારખાનામાં લાગી આગ - gondal

રાજકોટ: જિલ્લામાં આવેલા ગોંડલ નજીક પીપળીયા ટોલ ટેક્સ પાસે નવા બની રહેલા કારખાનામાં મોડી રાત્રે આગ લાગી હતી. આ કારખાનામાં ફર્નિચર, પ્લાયવુડ, ઓર્ગેનિક દવાઓ ભરવાની ખાલી બોટલો સહિતની વસ્તુઓ પડી હતી.

રાજકોટ: પીપળીયા નજીક નવા બની રહેલા કારખાનામાં લાગી આગ

By

Published : Jun 6, 2019, 3:44 AM IST

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ આગ શોર્ટ સર્કિટ થવાને કારણ લાગી છે. આ આગની જાણ ફાયર બ્રિગેડને થતા ગોંડલના 4 ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગને પગલે કારખાનામાં રહેલા ફર્નિચર, પ્લાયવુડ, ઓર્ગેનિક દવાઓ ભરવાની બોટલો સહિતની વસ્તુઓ બળીને ખાખ થઈ જવા પામી હતી.

રાજકોટ: પીપળીયા નજીક નવા બની રહેલા કારખાનામાં લાગી આગ

આ આગની ઘટનાને પગલે અંદાજે બેથી ત્રણ લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details