રાજકોટમાં એપાર્ટમેન્ટમાં લાગી આગ, ઘર વખરીને બળીને ખાંખ - bhavesh.sondarva
રાજકોટઃ મહારાજા એપાર્ટમેન્ટ આવેલ એક રહેણાંક ફ્લેટમાં આગ લાગવાની ઘટના બની હતી. જો કે આગની ઘટના સામે આવતા તાત્કાલિક ફાયરવિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાને પગલે કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી.
raj
રંગીલા રાજકોટમાં ગુરુવારના રોજ પોશ વિસ્તારમાં આવેલ મહારાજા એપાર્ટમેન્ટમાં અચાનક આગ લાગી હતી. એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં અચાનક લાગેલી આગના પગલે ફ્લેટમાં રહેલ ઘરવખરીનો સમાન સંપૂર્ણ બળીને ખાખ થઇ ગયો હતો. જો કે ફાયરવિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચતા કોઈ મોટી જાનહાનિ સર્જાઈ નહોતી. જો કે હજુ સુધી ફ્લેટમાં કઈ રીતે આગ લાગી તે સામે આવ્યું નથી.