આટકોટ-સાણથલી રોડ પર સાણથલી તરફથી આવતી ટાવેરા કારમાં અચાનક આગ લાગી હતી. આ ટાવેરા કારમાં ચાર લોકો બેઠા હતા. સદ્ભાગ્યે સમય સૂચકતાથી બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો હતો. આટકોટ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
આટકોટ નજીક કારમાં આગ લાગી, કાર બળીને ખાખ - કારમાં આગ લાગી
રાજકોટઃ જિલ્લાના આટકોટ-સાણથલી રોડ પર સાણથલી તરફથી આવતી ટાવેરા કારમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા જ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. આ સાથે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે સદભાગ્યે કોઈ જાનહાની થઈ નથી.
Rajkot
આગ એટલી વિકરાળ હતી કે કાર બળીને ખાખ થઈ ગઈ હતી. સ્થાનિકના જણાવ્યાનુસાર ટ્રાવેરા પાછળ એક રીક્ષા ચાલક ટાવેરા પાછળ સળગતી હોવાની જાણ થતાં તેમણે ટાવેરા ચાલકને જાણ કરતાં અંદર બેસેલા ચાર લોકો તાત્કાલિક ધોરણે બહાર નીકળી ગયા હતા. સદ્ભાગ્યે તે લોકોનો જીવ બચી ગયો હતો.