રાજકોટ જિલ્લાના ઉપલેટાના કોંગ્રેસ દ્વારા આજે બધા ખેડૂતોને સાથે રાખીને વેંચાણ બંધ રાખીને ખેડુતો ઉગ્ર બન્યા હતા. સરદાર ફર્ટીલાઈઝર દ્વારા રસાયણિક ખાતર દ્વારા મોટા પ્રમાણમાં ખેડૂતો પર અન્યાય કરવામાં આવે છે અને તેની થેલીમાં ૮૦૦ ગ્રામનું વેરિયેશન આવે છે. તેની સમગ્ર હકીકત ધ્યાનમાં આવેલ છે. જેનાથી આ સરકારની પોલ છતી થઇ છે. જેને લઇને આ ખેડૂતો પર થયેલા અન્યાય દૂર કરવા માટે ડેપો પર ચેકીંગ હાથ ધર્યું ત્યારે 650 ગ્રામ જેટલું સરેરાશ વેરિયેશન સામે આવ્યું હતું.
હવે ઉપલેટામાં પણ આવ્યું સામે ખાતર કૌભાંડ - gujarati news
રાજકોટ: જિલ્લાના ઉપલેટામાં પણ ખાતરનું ઓછુ વજન કૌભાંડ સામે આવ્યુ છે. ખાતરની થેલીનું વજન કરતાં આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું જેને લઇને વેચાંણ બંધ કર્યું હતું. આ સમગ્ર કૌભાંડને લઇને ખેડૂતોમાં રોષ ભભૂકી ઊઠ્યો છે.
હવે, ઉપલેટામાં પણ ખાતર કૌભાંડ આવ્યુૃ સામે
ડેપો મેનેજરના જણાવ્યા અનુસાર, અહીં બધી જ વ્યવસ્થા કરવામાં આવી છે અને હાલમાં વેંચાણને બંધ રાખવામાં આવ્યું છે. ખેડૂતોને મુશ્કેલી પડે છે. તેમાં ક્યાં કારણોસર ખાતર ઓછું નાખવામાં આવે છે. આ સરકાર કરોડો રૂપિયાનો અન્યાય કરે છે અને તેમના મળતીયાઓ ને આપે છે. આ તકે ઉપલેટા કોંગ્રેસનાં અગ્રણી લાખાભાઈ ડાંગરે પણ આ કૌભાંડ બહાર આવતાં સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.