રાજકોટઃ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં પિતાએ જ પુત્રીની હત્યા કર્યાનો બનાવ સામે આવ્યો છે. શાહનગર સોસાયટીમાં રહેતા ગોપાલભાઈ નકુમે પોતાની એકની એક પુત્રીને માથામાં ધોકા મારતા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેનું વધુ સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું.
રાજકોટમાં પ્રેમ પ્રકરણ મામલે પિતાએ પુત્રીની કરી હત્યા - Rajkot
શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં પિતાએ જ પુત્રીની હત્યા કર્યાનો બનાવ સામે આવ્યો છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે યુવતીને પડોશમાં રહેતા વિધર્મી યુવક સાથે સંબંધ હતો અને તેને યુવક સાથે લગ્ન કરવાની જીદ પકડી હતી. અગાઉ આ યુવક સાથે યુવતી એક વખત નાશી પણ ગઈ હતી, પરંતુ બંને પરત ફરતા યુવતીને તેના પિતાએ ઠપકો આપીને ઘરે રહેવા દીધી હતી, પરંતુ આજે ગુરૂવારે બન્ને પિતા પુત્રી વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થતા પિતાએ પુત્રીને માથામાં ધોકાના ચારથી પાંચ ઘા મારી દીધા હતાં. જે દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જો કે આ સમગ્ર મામલે પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી હાથધરી છે.