ગુજરાત

gujarat

ETV Bharat / state

જમીનના ઝઘડામાં પિતાએ પહેલા પુત્રની હત્યા કરી અને પછી પોલીસ સમક્ષ હાજર થયો - father killed his son

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના લાઠ ગામમાં હત્યાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જમીનના કારણે એક બાપ જ તેના પુત્રનો હત્યારો બન્યો છે. પિતાએ પહેલા પોતાના જ પુત્રને મોતને ઘાટ ઉતારી દીધો અને ત્યારબાદ પોલીસ સમક્ષ હાજર થઈ પોતાો ગુનો પણ કબુલી લીધો હતો.

a
જમીનના ઝઘડામાં પિતાએ પહેલા પુત્રની હત્યા કરી અને પછી પોલીસ સમક્ષ હાજર થયો

By

Published : Mar 1, 2020, 2:08 AM IST

રાજકોટઃ ઉપલેટા તાલુક ના લાઠ ગામે રહેતાં મગનભાઈ પટેલ અને તેમના પુત્ર સંજય વચ્ચે જમીન બાબતે અવારનવાર માથાકૂટ થતી હતી. પરંતુ શનિવારે આ ઝઘડો એટલી હદે પહોંચી ગયો હતો કે મગનભાઈએ પોતાના પુત્ર એવાં સંજય મગનભાઈ મારવણિયા (ઉ.૪૪) ને કુહાડીનાં ઘા મારીને હત્યા નિપજાવી હતી. એટલુ જ નહી પુત્રનો જીવ લીદા બાદ હત્યારો પોલીસ સમક્ષ હાજર થઇ ગયો હતો. મૃતકના મૃતદેહને રીક્ષામાં લઈને ઉપલેટા કોટેજ સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો.

જમીનના ઝઘડામાં પિતાએ પહેલા પુત્રની હત્યા કરી અને પછી પોલીસ સમક્ષ હાજર થયો
સ્થાનિક લોકોના જણાવ્યાં અનુસાર મગનભા ને બે પુત્રો હતા તેમાથી સંજય મોટો પુત્ર હતો. સંજય 17 વર્ષ પહેલા ઘર છોડીને જતો રહ્યો હતો. સંજય મહારાષ્ટ્રમાં ચરસના કેસમાં પકડાયેલો હતો. દારૂ પીવાની ટેવ ધરાવતો હોય અને કામ કરતો ન હતો. તેની પત્ની એકના એક પુત્ર સાથે કંટાળી ઘર છોડીને જતી રહી હતી. બીજો પુત્ર ઉપલેટા રહેતા કાકા કૌશિકભાઇના ઘરે રહીને અભ્યાસ કરે છે. સંજય મહારાષ્ટ્ર બાજુ એકલો રખડતો હતો. ઘણા સમય બાદ ઘરે આવ્યો હતો એવું સ્થાનિક લોકો પાસે થી માહિતી મળી હતી.

ABOUT THE AUTHOR

...view details