તેથી આજે જિલ્લા ભાજપ પ્રમુખ અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન ડી.કે સખીયાએ સરકાર અને ખેડૂતો વચ્ચે મધ્યસ્થી કરતા આંદોલન સમેટાયું હતું. જો કે, ભાંવાતર યોજનાની જગ્યાએ અન્ય કોઈ યોજના માટે સરકાર વિચારણા કરશે તેવું જણાવ્યું હતું.
રાજકોટમાં ખેડૂત આંદોલન સમેટાયું, ભાવાંતર યોજના મુદ્દે ઠેંગો!
રાજકોટઃ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી કિસાન સંઘનના ખેડૂતો અને સૌરાષ્ટ્ર APMC વેપારી એસોસિએશનના સભ્યો પાકવીમા અને પાણીના પ્રશ્નોને લઈ આમરણાંત ઉપવાસ પર બેઠા હતા.
ગત વર્ષે વરસાદ ઓછો પડવાને કારણે ખેડૂતોને પાક વિમો આપવાની રાજ્ય સરકારે જાહેરત કરી હતી, પરંતુ રાજકોટ જિલ્લામાં ખેડૂતોને હજુ સુધી પાક વીમો ચૂકવાયો નથી. જેને લઈ કિસાન સંઘના આગેવાનો દ્વારા પાકવીમો, ગામડાઓમાં આવેલ ચેકડેમ અને તળાવને ઊંડા અને રીપેરીંગ કરવા અને માર્કેટિંગ યાર્ડમાં ભાંવાતર યોજના લાગુ કરવા જેવા પ્રશ્નોને લઈને છેલ્લા ત્રણ દિવસથી ખેડૂતો અને વેપારીઓ આમરણાંત ઉપવાસ પર ઉતર્યા હતા. આજે આ ઉપવાસનો ચોથો દિવસ હતો.
ત્યારે આજે રાજકોટ જિલ્લા ભજપના પ્રમુખ અને યાર્ડના ચેરમેન ડી.કે સખીયા દ્વારા સરકાર વતી મધ્યસ્થી કરી આજે ખેડૂતોન પાકવિમો અને ચેકડેમ રીપેરીંગ જેવી બે માંગોને લેખીતમાં ખાત્રી આપતા ખેડૂતોએ પોતાનું આંદોલન પૂર્ણ કર્યું હતું. સાથે જ ડી.કે સખીયા દ્વારા આમરણાંત ઉપવાસ પર બેઠેલા 12 જેટલા ખેડૂતોને પારણાં કરાવ્યા હતા. જ્યારે માર્કેટિંગ યાર્ડના વેપારી એસોસિએશન દ્વારા છેલ્લા કેટલાય સમયથી માર્કેટીંગ યાર્ડમાં ભાંવાતર યોજનામાં થતાં ભ્રષ્ટાચારના કારણે આ યોજનાને બદલી બીજી અન્ય યોજનાઓ અંગે વિચારવામાં આવશે તેવું જણાવ્યું હતું.