ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ: દેરડી કુંભાજીમાં બહેનોને રાખડી બાંધવાની ના પાડતાં પરિવારમાં થઇ મારામારી - દેરડી કુંભાજી

ગોડલ તાલુકાના દેરડી કુંભાજી ગામે બહેનોને તેના ભાઇએ રાખડી બાંધવાની ના પાડતાં પરિવારમાં ઝઘડો થયો હતો. છગનભાઈ અને કલ્પેશ એકસંપ કરી હુમલો કર્યો હતો.

રાજકોટ: દેરડી કુંભાજીમાં બહેનોને રાખડી બાંધવાની ના પાડતાં પરિવારમાં મારામારી સર્જાઈ
રાજકોટ: દેરડી કુંભાજીમાં બહેનોને રાખડી બાંધવાની ના પાડતાં પરિવારમાં મારામારી સર્જાઈ

By

Published : Aug 2, 2020, 6:12 PM IST

રાજકોટઃ ગોડલ તાલુકાના દેરડી કુંભાજી ગામે રહેતા કિશોરભાઈ છગનભાઈ વીરપરા ઉંમર વર્ષ 29 એ તાલુકા પોલીસમાં પોતાના પિતા છગનભાઈ તેમજ નાનો ભાઈ કલ્પેશ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, તેના પિતા અને ભાઈએ ઢીકાપાટુનો માર મારી હાથ અને કાંડામા ફેકચર કરી નાખી ગંભીર ઇજા પહોંચાડી છે. પોલીસે આઈપીસી કલમ 325, 323, 504, 506 2 તેમજ 114 તથા જી.પી.એફ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ તાલુકા પોલીસે હાથ ધરી હતી

ફરિયાદી કિશોરભાઈએ ઝઘડા અંગે કહ્યું હતું કે, તેની બહેનોને તેના પિતાએ ખબર પૂછવાની ના પાડતા કિશોરભાઈ અને તેની બહેનોને રાખડી બાંધવાની ના પાડતાં પરિવારમાં ઝઘડો થયો હતો. છગનભાઈ અને કલ્પેશ એકસંપ કરી હુમલો કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details