રાજકોટ: કોરોના મહમારીનના કારણે લોકો એકઠા થાય તેવા કોઈ પણ ઉત્સવ ઉજવવા આ વર્ષે મુશ્કેલ છે. જેથી શ્રાવણ માસ દરમિયાન ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા જે ઉત્સવની ઉજવણી કરવામાં આવતી હતી તે તમામ કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યા છે.
ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મેળો અને શ્રાવણ ઉત્સવો બંધ રાખવામાં આવ્યા - Fairs in Holy Shravan
વૈશ્વિક મહામારી કોરોનાના કારણે શ્રાવણ માસ દરમિયાન ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા જે ઉત્સવની ઉજવણી કરવામાં આવતી હતી, સાતમ આઠમમાં દર વર્ષે જે મેળાનું આયોજન કરવામાં આવતું હતું. તે બંધ રાખવામાં આવ્યા છે.
ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મેળો અને શ્રાવણ ઉત્સવો બંધ રાખવામાં આવ્યા
પવિત્ર શ્રાવણ માસ ચાલુ છે, ત્યારે દર શ્રાવણ માસમાં મંદિરે સાતમ આઠમ, દર સોમવાર તથા અમાસના દિવસે જે મેળો ભરાય છે. તે હાલ કોરોના વાઇરસની મહામારીને કારણે સરકારની ગાઈડલાઈન મુજબ આ વખતે શ્રાવણ માસમાં મંદિરના દરેક ઉત્સવ તેમજ આખા શ્રાવણ માસ દરમિયાન જે મેળાનું આયોજન કરવામાં આવતું હતું તે આયોજન આ વર્ષે સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યું છે.