ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં ગેરકાયદેસર પરપ્રાંતીય મજૂરની હેરાફેરીનો પર્દાફાશ - રાજકોટમાં કોરોના વાઇરસ અપડેટ

સમગ્ર દેશમાં કોરોના મહામારીને લીધે લોકડાઉન લાદવામાં આવ્યું છે. ત્યારે દરેક સ્થળે અન્ય રાજ્યના મજૂરો અટવાયા છે અને પોતાના ઘરે પરત જવા કોઇ પગપાળા તો કોઇ ગેરકાયદેસર માર્ગ અપનાવી રહ્યા છે. રાજકોટમાં પણ ગેરકાયદેસર પરપ્રાંતીય મજૂરની હેરાફેરીનો પર્દાફાશ થયો છે.

Etv Bharat, Gujarati News, Rajkot News, Covid 19
Rajkot News

By

Published : May 4, 2020, 11:32 AM IST

રાજકોટઃ સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસની મહામારીના કારણે લોકડાઉન છે, ત્યારે રાજકોટમાં એક ગેરકાયદેસર રીતે પરપ્રાંતીય મજૂરોની હેરાફેરી કરતી તુફાન ગાડી પોલીસે તપાસ દરમિયાન ઝડપી પાડી છે.

રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન આ ગાડી ઝડપાઇ હતી. જેમાં અંદાજિત એક ડ્રાઇવર સહિત 7 લોકો મળી આવ્યા હતા. રાજકોટની ગાંધીગ્રામ પોલીસે GJ-06-HS-6339 નંબરની તુફાન ગાડી કબ્જે કરી ડ્રાઇવર મનુભાઈ જ્યોતિભાઈ સંગાડા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

રાજકોટમાં ગેરકાયદેસર પરપ્રાંતીય મજૂરની હેરાફેરીનો પર્દાફાશ

ઉલ્લેખનીય છે કે, હાલ લોકડાઉન હોવાથી ઘણા બધા મજૂરો અને પરપ્રાંતીયો કામધંધા બંધ હોવાના કારણે પોતના વતન જવા માટે અલગ અલગ રસ્તાઓ અપનાવી રહ્યા છે. જ્યારે બમણા ભાવ પ્રાઇવેટ વાહન ચાલકોને આપીને પણ જીવન જોખમે તેઓ મુસાફરી કરી રહ્યા છે. તેમ રાજકોટમાં આવી ઘટના સામે આવતાં પોલીસ વધુ એલર્ટ થઈ છે.

ABOUT THE AUTHOR

...view details