રાજકોટ જિલ્લાના પ્રથમ અભેયપર ત્યારબાદ ચિભડા, ખોખળદલ ગામોના ખેતરોમાં નાખવામાં આવેલી નર્મદાની સૌની યોજનાની પાઇપલાઇન અચાનક જમીનથી 15 ફૂટ અંદરથી બહાર આવી ગઈ હતી. જેને લઈને ખેતરમાં ઉગાડેલા ઉભા પાકને મોટાપ્રમાણમાં નુકશાન થયું હતું. અભેયપર ગામમાં અલગ અલગ ખેતરમાં અંદાજીત 1 કિલોમીટર સુધી આ પાઇપલાઇન બહાર આવી ગઈ હતી.
Etv Impact: "સૌની યોજના" અંતર્ગત પાઇપલાઇન બહાર આવવાનો મામલો, તપાસ એજન્સી નિમાઈ - પાઇપલાઇન
રાજકોટઃ રાજકોટ જિલ્લાના અભેયપર ગામે સૌની યોજના અંતર્ગત નાખવામાં આવેલી પાઇપલાઇન જમીનથી 15 ફૂટ જેટલી બહાર આવી ગઈ છે. અંદાજીત એક કિલોમીટર સુધી આ પાઇપલાઇન દેખાઈ રહી છે. ત્યારે Etv Bharat દ્વારા સમગ્ર મામલાનો સૌપ્રથમ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. જેને લઈને તંત્ર દોડતું થયું હતું અને આ મામલે તપાસ એજન્સી નીમવામાં આવી છે. તેમજ આ કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરને 15 દિવસમાં કામગીરી કરવા અંગેની નોટિસ ફટકારવામાં આવી છે.
Etv Bharat દ્વારા આ અંગે સિંચાઈ વિભાગ સાથે વાત કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, પાઇપલાઇન હજુ ખાલી હતી તેમજ ભારે વરસાદના કારણે જમીનમાં પાણીનો પરહવા વધતા આ પાઇપલાઇન પ્રેશરના કારણે બહાર આવી ગઇ હશે. પરંતુ સાચું કારણ જાણવા માટે તપાસ એજન્સીની નિમણૂંક કરવામાં આવી છે. તેમજ આ કામ કરનાર કોન્ટ્રાક્ટરને પણ નોટિસ ફટકારીને 15 દિવસમાં કામગીરી કરવાનું જણાવવા આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર અહેવાલ Etv Bharatમાં સૌપ્રથમ પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તંત્ર દોડતું થયું હતું.