રાજકોટ:રાજકોટના વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક સુનિલ જોશીએ ગુજરાતમાં સોશિયલ એન્જિનિયરિંગની જરૂર (social engineering) છે તે કે નહીં તે અંગે જણાવ્યું હતું, કે કોઈપણ ચૂંટણી સોશિયલ એન્જિનિયરિંગનીના (Elections based on social engineering) આધારે જ લડવામાં આવતી હોય છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી હાલ સરકાર છે, તેમજ તેનું જે વીંનિગ કોમ્બિનેશન છે, તેમાં બહુ મોટા ફેરફાર નથી જોવા મળ્યાં પરંતુ તાજેતરમાં જ અલગ અલગ સમાજ દ્વારા પોતાના સમાજને પ્રતિનિધિત્વ આપવાની વાત કરવામાં આવી છે.
હાલના પ્રધાનમંડળમાં કુલ 23 જેટલા પ્રધાનો
રૂપાણી સરકારના પ્રધાન મંડળમાં હાલ કુલ 23 જેટલા પ્રધાનો છે, જેમાંથી પ્રધાનો પાટીદાર સમાજના છે, જ્યારે ગુજરાતમાં પાટીદાર બાદ બીજા નંબરે કોળી સમાજ આવે છે, ત્યારે કોળી સમાજના પરસોત્તમ સોલંકી અને કુંવરજી બાવડીયાને હાલ પ્રધાનમંડળમાં સમવામાં આવ્યા છે, જ્યારે આગામી દિવસોમાં સરકાર દ્વારા કોળી સમાજનું સોશિયલ એન્જિનિયરિંગનું બેલેન્સ કરી શકાય છે, જ્યારે આગામી દિવસોમાં ખેડૂત વર્ગને પણ સોશિયલ એન્જિનિયરિંગમાં સમાવી શકાય છે.
કેબિનેટમાં પાટીદાર સમાજનું પ્રતિનિધિત્વ વધુ