- શિક્ષણ પ્રધાને સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવના દર્શન કર્યા
- ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પ્રસાદ અને દાદાનું નમન આપી તેમનું શાલ ઓઢાડી સન્માન કર્યું
- ભુપેન્દ્રસિંહે સોમનાથ દાદાને પ્રાર્થના કરી હતી કે દેશમાંથી કોરોનાની મહામારી દૂર થાય
રાજકોટઃજિલ્લાના જસદણ નજીકના સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ દાદાના દર્શને શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા આવ્યા હતા, જેમણે ઘેલા સોમનાથ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ તકે મંદિરના પૂજારી હસુભાઈ જોશી દ્વારા મંત્રોચ્ચાર કરી દાદાના દર્શનનો લાભ આપ્યો હતો.