રાજકોટઃરાજ્યના હવામાન વિભાગે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં આગામી 2થી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. ત્યારે રાજકોટમાં ગઈકાલે પણ મોડી સાંજે શહેરના અલગ અલગ વિસ્તારમાં ધીમી ધારે વરસાદ જોવા મળ્યો હતો. તો આજે બપોર બાદ પણ શહેરના વિવિધ વિસ્તારમાં સાંજે અચાનક કમોસમી વરસાદ ખાબક્યો હતો. બીજી તરફ શહેરના મવડી વિસ્તારમાં કરા સાથે વરસાદ જોવા મળ્યો હતો. આના કારણે જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા.
આ પણ વાંચોઃUnseasonal Rain: નવસારીમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા, કેરીના પાકને નુકસાનની વકી
હોળીના આયોજકો મુશ્કેલીમાં મુકાયાઃશહેરમાં કમોસમી વરસાદ આવવાના કારણે પગલે હોળીના આયોજકો મૂંઝવણમાં મુકાયા હતા. તેમ જ તમામ તૈયારીઓ થઈ ગઈ અને અચાનક કમોસમી વરસાદ આવવાના કારણે હોળી ઉપર તાલપત્રી ઢાંકવાની નોબત આવી હતી. જ્યારે શહેરના કેટલાક વિસ્તારોમાં રોડ રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. એવામાં હોળી કઈ રીતના પ્રગટાવી તેને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. જ્યારે આજે હોળીનો તહેવાર હોવાથી આજે વહેલી સવારથી શહેરના વિવિધ વિસ્તારોમાં હોલિકા દહનની તૈયારીઓ કરાઈ હતી. તો બપોર બાદ અચાનક વરસાદ આવવાની પગલે હોળી આયોજકો ચિંતામાં મુકાયા હતા.