ટૂંક સમયમાં જ બ્રિજના કામો થશે પૂર્ણ: મેયર રાજકોટશહેરમાં ચારે તરફ અત્યારે ઓવરબ્રિજ અને અંડરબ્રિજ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તેવામાં શહેરમાં આવવા અને જવાના મુખ્ય માર્ગો પર દૈનિક ટ્રાફિકની સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે હવે રાજકોટવાસીઓ પણ આ ટ્રાફિકની સમસ્યાથી પરેશાન થઈ ચૂક્યા છે. તેને લઈને હવે સવાલો એવા ઊભા થઈ રહ્યા છે કે, મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવતા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામ ક્યારે પૂર્ણ થશે અને લોકોને આ ટ્રાફિકમાંથી ક્યારે મુક્તિ મળશે. ત્યારે આ મામલે શાસક અને વિપક્ષે કંઈક આવો જવાબ આપ્યો હતો.
આ પણ વાંચોવાહનચાલકોને રાહત આપતી નવી ટ્રાફિક પોલિસી થશે જાહેર, 100 દિવસનો એક્શન પ્લાન રજૂ
ટૂંક સમયમાં જ બ્રિજના કામો થશે પૂર્ણ: મેયરરાજકોટમાં ટ્રાફિકની સમસ્યાને લઈને મેયર પ્રદીપ ડવે જણાવ્યું હતું કે શહેરમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે. જ્યારે શહેરના હોસ્પિટલ ચોક બ્રિજ, રામાપીર ચોકડી બ્રિજ અને નાના મૌવા સર્કલ ખાતેના બ્રિજનું તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હવે આગામી દિવસોમાં રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલા જડુસ હોટેલ નજીકનો બ્રિજ અમે જાન્યુઆરીના અંતમાં ખુલ્લો મુકવાના છીએ. આ સાથે જ કેકેવી ચોક બ્રિજ પણ માર્ચમાં અમે ખુલ્લો મુકીશું.
કેટલાક રસ્તાને વનવે જાહેર કરાયા તેમણે ઉમેર્યું હતું કે, શહેરના ગોંડલ ચોકડી ખાતે પણ નિર્માણ થયેલા બ્રિજમાં એક સાઈડનો રસ્તો ટ્રાફિકની સમસ્યાના કારણે ખૂલ્લો મુકવામાં આવ્યો છે. ટ્રાફિકની સમસ્યાને લઈને મહાનગરપાલિકા દ્વારા કેટલાક રસ્તાઓને પહોળા કરવાની કામગીરી પણ શરૂ છે. આ સાથે જ પોલીસ કમિશનર દ્વારા પણ ટ્રાફિકની સમસ્યાને લઈને અમુક રસ્તાને વન-વે જાહેર કરવામાં આવ્યા છે એટલે કે રાજકોટમાં ટ્રાફિકની સમસ્યા હળવી થાય તે પ્રકારે તંત્ર કામગીરી કરી રહ્યું છે.
આ પણ વાંચોટ્રાફિક સમસ્યાનો નીકાલ કરવા કેશોદ પોલીસે વાહનચાલકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી
સરકારની અણઆવડતના કારણે ટ્રાફિકની સમસ્યા: વિપક્ષરાજકોટમાં ટ્રાફિકની સમસ્યા અંગે કૉંગ્રેસ નેતા અશોક ડાંગરે જણાવ્યું હતું કે, રાજકોટમાં ચારે તરફ ઓવરબ્રિજ અને અંડરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જ્યારે બ્રિજો બનાવવાની કામગીરી ચાલુ છે. એવામાં આ સ્થળોએ સર્વિસ રોડ અને બાયપાસ રોડ બનાવવા જોઈએ. ત્યારે કૉર્પોરેશન દ્વારા આ પ્રકારની કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી. કૉર્પોરેશન દ્વારા જે સર્વિસ રોડ બનાવવામાં આવ્યા છે. તેમાં પણ એટલા બધા ખાડા જોવા મળી રહ્યા છે કે ત્યાં મોટા વાહનો ચાલી શકતા નથી. જેના કારણે જ ટ્રાફિક અન્ય રોડ મારફતે સિટીમાં પ્રવેશે છે. જ્યારે આ ટ્રાફિકની સમસ્યા છે તે સરકારની અણઆવડતન કારણે રાજકોટમાં ઊભી થઈ રહી છે.