રાજકોટઃ મૂળ જસદણના રહેવાસી અને હાલ મુંબઈ રહેતા કનુભાઈ બચુભાઇ ઉધરેજીયા તથા લીલાબેન કનુભાઈ ઉધરેજીયા પરિવાર દ્વારા પોતાના માલિકીની પાંચ વીઘા જમીન જે જુના જંગવડ બાજુમાં ૐ નંદી બીમાર ગૌશાળાની બાજુમાં આવેલી પોતાની માલિકીની છે. જે પાંચ વીઘા જમીન ગૌશાળા ટ્રસ્ટને નિઃસ્વાર્થ ભાવે ઉધરેજીયા પરીવારની હાજરીમાં ભરદુવાજી બાપુ ચરણોમાં જમીનની ફાઇલ અર્પણ કરી હતી.
જસદણ દેવીપૂજક સમાજના પરિવાર દ્વારા ગૌશાળા ટ્રસ્ટને 5 વીઘા જમીનનું દાન - ૐ બીમાર નંદી ગૌશાળા
રાજકોટમાં ૐ બીમાર નંદી ગૌશાળા ટ્રસ્ટને 5 વીઘા જમીનનું જસદણ દેવીપૂજક સમાજના ઉધરેજીયા પરિવાર દ્વારા દાન કરવામાં આવ્યું છે.
Rajkot News
જમીનનું દાન કરી ઉધરેજીયા પરિવારે ધન્યતા અનુભવી હતી. આ ગૌશાળામાં બીમાર અને અપંગ 1600 થી પણ વધુ ગાયોની સેવા કરવામાં આવે છે. આ તકે ઉધરેજીયા પરિવારના કિશનભાઈ, કેશુભાઈ ભોજીયા,કરશનભાઈ, રમણભાઈ, ભીખુભાઇ વગેરે પરિવાર ના સભ્યો હાજર રહ્યા હતા.