રાજકોટના પોલીસ વિભાગના ડોગ સ્ક્વોડમાં પૂજા નામના ડોગનું અવસાન થતાં પોલીસ કર્મીઓમાં શોકની લાગણી જોવા મળી રહી છે. પૂજાને 2010ના વર્ષમાં ડોગ સ્ક્વોડમાં સમાવવામાં આવ્યું હતું, ત્યારથી રાજકોટમાં સામે આવેલ અનેક નાના મોટા ગુનાઓને શોધવામાં પોલીસે પૂજાની મદદ લીધી હતી.
રાજકોટ પોલીસે ડોગ પૂજાનું અવસાન થતા આપ્યું "ગાર્ડ ઓફ ઓનર" - demise
રાજકોટઃ રાજકોટ પોલીસના ડોગ સ્ક્વોડ વિભાગના ડોગ પૂજાનું 9 તારીખના રોજ અવસાન થયું હતું. પૂજા નામના ડોગે તારીખ 7-6-2010થી અત્યાર સુધીમાં રાજકોટમાં બનેલ ચોરી, લૂંટ સહિતના અનેક ગુનાઓમાં સરાહનીય કામગીરી કરી હતી. જેને લઈને રાજકોટ પોલીસ પૂજા નામના આ ડોગની કામગીરી ક્યારેક ભૂલી શકશે નહિ. પોલીસ જવાનોએ પૂજાના મૃતદેહને ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિધિ કરી હતી.
સ્પોટ ફોટો
જેની સરાહનીય કામગીરીને લઈને પોલીસ જવાનો દ્વારા પૂજન મૃતદેહને જેમ એક પોલીસ જવાન મૃત્યુ પામે ત્યારે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે તેવી રીતે પૂજા નામના ડોગને પણ ગાર્ડ ઓફ ઓનરનું સમ્માન આપીને તેના દેહનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો.