ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ મેડિકલ કોલેજ ખાતે થઇ રહેલી કોરોના દર્દીઓની ઓટોપ્સી અંગે ડોકટર્સની સ્પષ્ટતા - રાજકોટ ફોરેન્સિક મેડિસીન વિભાગ

રાજકોટઃ શહેરની પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલના ફોરેન્સિક મેડિસીન વિભાગના વડા ડૉ. હેતલ કિયાડાએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, રાજકોટ મેડિકલ કોલેજ ખાતે થઇ રહેલી કોરોના દર્દીઓની ઓટોપ્સી અંગે ડોકટર્સ કોઇ તારણ પર પહોંચ્યા હોવાની વાતમાં કોઇ વજૂદ નથી.

Rajkot Medical College
રાજકોટ

By

Published : Oct 1, 2020, 8:35 AM IST

રાજકોટ : શહેરની પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલના ફોરેન્સિક મેડિસીન વિભાગના વડા ડૉ. હેતલ કિયાડાએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, રાજકોટ મેડિકલ કોલેજ ખાતે થઇ રહેલી કોરોના દર્દીઓની ઓટોપ્સી અંગે ડોકટર્સ કોઇ તારણ પર પહોંચ્યા હોવાની વાતમાં કોઇ વજૂદ નથી.

આ અંગે હેતલ કિયાડાએ કે, ફેફસાં પથ્થર જેવા થઇ જવા, લોહીની નળી જામી જવી, ફાઇબ્રસીસ થવું વગેરે જેવાં તારણો કોરોના દર્દીઓની ઓટોપ્સી કરવાથી બહાર આવ્યા હોવાના અહેવાલો અમુક અખબારોમાં પ્રસિધ્ધ થયેલe છે, જે વજૂદ વગરના છે. કારણ કે, હજુ તો કોરોના સંક્રમિત મૃતદેહોની ઓટોપ્સીની કામગીરી પ્રગતિ હેઠળ છે, એટલે ઓટોપ્સીના તારણો વિશે અત્યારે કંઇ પણ કહેવું ખૂબ વહેલું ગણાાશે.

હાલ તો ઓટોપ્સીના સંશોધન અંગે અવલોકન અને નિરીક્ષણ ચાલી રહ્યું છે. આ સમયગાળા બાદ જ કોઇ નિષ્કર્ષ પર આવી શકાશે. સંપૂર્ણ સંશોધન પુરૂં થયા બાદ જ તજજ્ઞ ડોકટર્સ કોરોના અંગેની સારવારમાં ઓટોપ્સીના અવલોકનમાંથી તારવેલા તથ્યો કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે સૂચવી શકશે. ઓટોપ્સીના સંશોધનની સમાપ્તિ બાદ જ કોઇ તારણ પર આવી શકાશે.

ABOUT THE AUTHOR

...view details