ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ કોંગ્રેસમાં ટિકિટનો કકળાટ, શહેર પ્રમુખને રજૂઆત કરાઇ - રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ

આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાશે. જેમાં રાજકોટમાં પણ મનપા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. આ અંતર્ગત મંગળવારે પ્રદેશ કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા ઇચ્છુકોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ મનપા માટે 22 ઉમેદવારોના નામ જાહેર થયા છે. ત્યારે રાજકોટમાં કોંગ્રેસ દ્વારા ટિકિટ ફાળવણી મુદ્દે અસંતોષ જોવા મળી રહ્યો છે.

રાજકોટ કોંગ્રેસ
રાજકોટ કોંગ્રેસ

By

Published : Feb 3, 2021, 5:46 PM IST

  • રાજકોટ કોંગ્રેસમાં ટિકિટનો કકળાટ
  • રાજકોટ શહેર પ્રમુખને રજૂઆત
  • હર્ષાબા જાડેજાને ટિકિટ ન મળતા રોષ

રાજકોટ : રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે. ત્યારે રાજકોટમાં પણ મનપા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાશે. જેને લઈને મંગળવારે મોડી રાત્રે પ્રદેશ કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા ઇચ્છુકોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ મનપા માટે 22 ઉમેદવારોના નામ જાહેર થયા છે. ત્યારે રાજકોટમાં કોંગ્રેસ દ્વારા ટિકિટ ફાળવણી મુદ્દે અસંતોષ વર્તાઈ રહ્યો છે.

રાજકોટ કોંગ્રેસમાં ટિકિટનો કકળા

વૉર્ડ નંબર 1માં હર્ષાબા જાડેજાને ટિકિટ ન મળતા રોષ

કોંગ્રેસ દ્વારા મંગળવારે રાજકોટ કોર્પોરેશનની ચૂંટણી માટેના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં વૉર્ડ નંબર-1માં કોંગ્રેસ દ્વારા જલ્પા ગોહિલના નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે આ વૉર્ડમાં હર્ષાબા જાડેજાને કોંગ્રેસ દ્વારા ટિકિટ ફળવામાં ન આવતા તેમના સમર્થકો મોટી સંખ્યામાં બુધવારે કોંગ્રેસ કાર્યાલય ખાતે શહેર પ્રમુખને રજૂઆત કરવા માટે દોડી આવ્યા હતા. તેમજ ટિકિટ અંગે પોતાનો રોષ ઠાલવ્યો હતો.

હજૂ વૉર્ડમાં 1 ટિકિટ જાહેર, 3 પેન્ડિંગ : અશોક ડાંગર

આ સમગ્ર મામલે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે જણાવ્યું હતું કે વૉર્ડ નંબર-1માં હજૂ એક જ બેઠકની ટિકિટ જાહેર થઈ છે. જ્યારે 3 બેઠકોની ટિકિટ હજૂ પેન્ડિંગ છે. તેમજ જે સક્ષમ ઉમેદવાર હોય તે પોતાની રજૂઆત કરી શકે છે. બુધવારે વૉર્ડ નંબર-1ના સમર્થકો આવ્યા હતા. મેં તેમની લાગણી સાંભળી છે. તેમજ પક્ષને રજૂઆત કરશે અને ટિકિટ અંગેનો નિર્ણય પણ પ્રદેશમાંથી જ આવશે.

ABOUT THE AUTHOR

...view details