ગુજરાત

gujarat

ETV Bharat / state

tourism Places India: રાજકોટ જિલ્લાના પર્યટન અને ઐતિહાસિક સ્થળોને અપાશે ડિજિટલ લુક

ગુજરાતનું હૃદય એટલે સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રનું હૃદય એટલે રાજકોટ. સૌરાષ્ટ્રમાં અનેક પર્યટન અને ઐતિહાસિક સ્થળો(historical places of Gujarat) આવેલા છે. પરંતુ હાલ રાજકોટ જિલ્લાના પર્યટન અને ઐતિહાસિક સ્થળોને(Tourism of Gujarat) ડિજિટલ લુક તરફ વળી રહ્યું છે. દેશ વિદેશના પ્રવાસીઓ(tourism Places in India) માટે હવે રાજકોટના ઐતિહાસિક, ધાર્મિક અને પર્યટન સ્થળોની માહિતી માત્ર ગણતરીની સેકન્ડમાં(Tourism Digital) મળી રહેશે.

tourism Places in India: રાજકોટ જિલ્લાના પર્યટન અને ઐતિહાસિક સ્થળોને અપાશે ડિજિટલ લુક
tourism Places in India: રાજકોટ જિલ્લાના પર્યટન અને ઐતિહાસિક સ્થળોને અપાશે ડિજિટલ લુક

By

Published : Nov 29, 2021, 1:49 PM IST

  • રાજકોટ જિલ્લાના પર્યટન અને ઐતિહાસિક સ્થળોને અપાશે ડિજિટલ લુક
  • રાજકોટના તમામ સ્થળોને ડિજિટલ લાઈબ્રેરીમાં કન્વર્ટ કરાશે
  • દેશ - વિદેશના ટુરિસ્ટ લોકો માટે સૌરાષ્ટ્ર અદ્ભુત ઐતિહાસિક પર્યટન

રાજકોટઃ ગુજરાત અને એમાં પણ સૌરાષ્ટ્રમાં અનેક પર્યટન અને ઐતિહાસિક સ્થળો(historical places of Gujarat) આવેલા છે. જ્યારે ગુજરાત હાલ દેશ વિદેશના લોકો માટેનું અનોખું ટુરિસ્ટ પોઇન્ટ બન્યું છે. જ્યારે એવામાં પણ રંગીલા રાજકોટની વાત કરવામાં આવે તો ગાંધી મ્યુઝિયમથી(Gandhi Museum) લઈને અનેક ધાર્મિક સ્થળો રાજકોટ જિલ્લામાં પણ આવેલા છે. ત્યારે રાજકોટ શહેર અને જિલ્લાના ઐતિહાસિક, ધાર્મિક અને પર્યટન સ્થળોની માહિતી દેશ વિદેશના લોકોને(tourism Places in India) ઓનલાઈન મળી રહે તે માટે રાજકોટ વહીવટી તંત્ર દ્વારા કમર કસવામાં આવી છે. જેના માટે વહીવટી તંત્ર હવે આ તમામ સ્થળોની માહિતી તેમજ તેના ફોટોગ્રાફ ઓનલાઈન વેબસાઈટમાં મુકશે. જેના કારણે પ્રવાસીઓને તેનો લાભ લઇ શકે.

tourism Places in India: રાજકોટ જિલ્લાના પર્યટન અને ઐતિહાસિક સ્થળોને અપાશે ડિજિટલ લુક

ટુરિઝમ વધારા માટે પ્રક્રિયા કરવામાં આવશે: કલેક્ટર

રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ(Collector Arun Mahesh Babu) આ અંગે જણાવ્યું હતું કે, રાજકોટ શહેર અને જિલ્લામાં અનેક ઐતિહાસિક સ્થળો, ધાર્મિક અને પર્યટન સ્થળો આવેલા છે. આ તમામ સ્થળોની માહિતી ઓનલાઈન મળી રહે અને પ્રવાસીઓ અહીં આવતા પહેલાં જ આ સ્થળો અંગે વધુ જાણી શકે તે માટે તેના ફોટોગ્રાફ તેના અંગેની માહિતી સહિતની વસ્તુઓને ઓનલાઈન વેબસાઈટ(Tourism Online) પર મુકવામાં આવશે. તેમજ પબ્લીક ડિસ્પ્લેમાં પણ તેણે રાખવામાં આવશે. આ કામગીરી ડીઝીટલ લાઈબ્રેરી(Digital Library Gujarat) પ્રોજેકટ અંતર્ગત કરવામાં આવશે.

તમામ સ્થળોને ડિજિટલ લાઈબ્રેરીમાં કન્વર્ટ કરાશે

રાજકોટ જિલ્લામાં અનેક ઐતિહાસિક અને ધાર્મિક તેમજ પર્યટન સ્થળો(Rajkot Tourist Destinations) આવેલા છે. હાલ આ સ્થળોને ત્રણ સભ્યોની કમિટી દ્વારા નક્કી કરવામાં આવશે અને તે તમામને ડિજિટલ લાઈબ્રેરીમાં મુકવામાં આવશે. આ સ્થળોની વિશેષ માહિતી અહીં આવવા ઇચ્છુક પ્રવાસીઓને ઓનલાઈન મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવામાં આવશે. રાજકોટ શહેર જિલ્લામાં તમામ ઐતિહાસિક સ્થળોને(Historical tourism) તસ્વીરોને ડિજિટલ લુક(Digital India) અપાશે. જેથી આ સ્થળોની તસ્વીરોને આકર્ષિત કરાશે. આ માટે ત્રણ સભ્યોની ખાસ કમિટીની રચના કરવામાં આવશે. જેમાં જીલ્લા મેજીસ્ટ્રેટ અને નોડલ ઓફીસરનો પણ સમાવેશ કરાશે.

આ પણ વાંચોઃ માણો પંચાચુલી ગ્લેશિયરનો અદભુત નજારો, પૌરાણિક કથાઓ સાથે

આ પણ વાંચોઃ ડાંગનું ઐતિહાસિક સ્થળ પાંડવ ગુફા સુધી પહોંચવા રસ્તો જ નથી!

ABOUT THE AUTHOR

...view details