ગુજરાત

gujarat

ETV Bharat / state

Dhoraji News: ઓસમ... સતત વરસાદના કારણે ધરતી લીલીછમ, ઓસમ ડુંગર પર પ્રવાસીઓની ભીડ - Shree Tapkeshwar Mahadev Temple

ધોરાજી તાલુકાના પાટણવાવ ગામના ઓસમ ડુંગરમાં પ્રકૃતિ ખીલી ઉઠી છે. જેને માણવા માટે આસપાસમાંથી પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. છેલ્લા કેટલાક સમયથી પડેલા કમોસમી વરસાદના કારણે ધરતી લીલીછમ બની ગઈ છે. પ્રવાસીઓ આ કુદરતી સૌંદર્ય જોવા માટે આવી રહ્યા છે. ઓસમ ડુંગર સૌંદર્યથી સજ્જ થયો હોય એવું ચિત્ર જોવા મળે છે. પ્રકૃતિનું સૌંદર્ય આમ તો ચોમાસાના સમયગાળામાં ખીલી ઉઠે છે. પરંતુ માવઠાના કારણે આ વખતે ઉનાળાના દિવસોમાં આ ચિત્ર જોવા મળ્યું છે.

સતત વરસાદના કારણે ધરતી લીલીછમ
સતત વરસાદના કારણે ધરતી લીલીછમ

By

Published : May 6, 2023, 9:00 AM IST

સતત વરસાદના કારણે ધરતી લીલીછમ

રાજકોટ/ધોરાજી: ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે ઓસમ ડુંગર પર પ્રવાસીઓની ભીડ દિવસે દિવસે વધી રહી છે. થોડા સમયથી પડી રહેલા વરસાદને કારણે આ ડુંગર પર નયન રમ્ય દ્રશ્ય જોવા મળી રહ્યા છે. સંપૂર્ણપણે ખીલી ઉઠેલી પ્રકૃતિને માણવા માટે આસપાસના ગામ તથા વિસ્તારોમાંથી લોકો આવી રહ્યા છે. માવઠાને કારણે ઉનાળુ સિઝનમાં ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા છે, જેના કારણે પ્રવાસીઓને મોજ પડી ગઈ છે. નજીકમાં ધાર્મિક સ્થળ એવું મહાદેવનું મંદિર અને એમાં પણ ખીલી ઉઠેલી પ્રકૃતિને જોઈને લોકો એક ફોટો કે સેલ્ફી લેવાનું પણ ચૂકતા નથી.

મજા માણવા ઉમટી પડ્યા: ધોરાજી તાલુકાના પાટણવાવ ઓસમ ડુંગર પર સ્વયંભૂ શ્રી ટપકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. પર્યટન સ્થળમાં પણ તેમનો સમાવેશ થાય છે. અહિયાં ચોમાસા દરમિયાન કુદરતી સૌંદર્ય ખીલી ઉઠે છે. ત્યારે હાલ કમોસમી વરસાદ વરસતા ઓસમ ડુંગર પર ધોધમાર વરસાદથી નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો હતો. અહિયાં ચોમાસાની જેમ આ ધોધ વહેતા લોકો જોવા અને તેની મજા માણવા ઉમટી પડ્યા હતા.

ઓસમ ડુંગરમાં તળેટી:પાટણવાવનો ઓસમ ડુંગર અત્યારે સહેલાણીઓનું આકર્ષણનું કેન્દ્ર બને છે. દૂરથી ઓસમ ડુંગરને જોતા જ જાણે કે કોઈ હિલ સ્ટેશન હોય તેવો ભાસ થાય છે. કમોસમી વરસાદના પગલે ઓસમ ડુંગરના ઊંચા ડુંગર ઉપરથી પડી રહેલા પાણીના આ ઝરણું ડુંગરની પ્રાકૃતિક સૌંદર્યમાં ખુબજ વધારો કરી રહેલ છે. ઓસમ ડુંગરમાં તળેટીથી ઉપર તરફ આવેલ ટપકેશ્વર મહાદેવ મંદિર તરફ જતા-જતા ચારે તરફથી વાતાવરણ સહેલાણીઓનું મન મોહી લે છે.

આ પણ વાંચો

  1. Rajkot News: કચ્છડો બારેમાસ? નથી મળતું પાણી કે, ઘાસચારો પશુપાલકો પશુ સાથે રાજકોટ પહોંચ્યા
  2. Rajkot Crime : હથિયારનું લાયસન્સ રીન્યુ કરવા મુદ્દે જસદણમાં અધિકારી પર હુમલો, ત્રણ શખ્સો સામે ફરિયાદ દાખલ
  3. Rajkot News : ધોરાજીના સ્મશાન ગૃહમાં બે માસથી ઈલેક્ટ્રીક ભઠ્ઠી બંધ, લાકડા પલળી જતા તંત્ર સામે લોકોમાં રોષ

ડુંગરમાં પ્રકૃતિ ખીલી: શ્રી ટપકેશ્વર મહાદેવ મંદિરનું મન મોહક વાતાવરણ નજારો જોતા જ રહી જાય તેવો છે. અહીં 70 થી 80 ફૂટ ઊંચાઈ ઉપરથી પડી રહેલા પાણીના ધોધને જોતા જ જાણે કે કોઈ અદભુત જગ્યા ઉપર આવી ગયા હોય તેવું લાગે છે. નીચે પડી રહેલા પાણી અને તેમાંથી ઉઠી રહેલા ધુમ્મસથી વાતાવરણ ખુબજ અદભુત થઇ જાય છે અને સહેલાણીઓ અહીં પાણી જોઈને નાહ્યા વગર રહી શકતા નથી. સૌરાષ્ટ્રમાં કમોસમી મેઘ મહેરથી ઠેર ઠેર વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ઉપલેટા પાસે આવેલ અને ધોરાજી તાલુકાના પાટણવાવ ગામના ઓસમ ડુંગરમાં પ્રકૃતિ ખીલી ઉઠી છે. સહેલાણીઓ અહીં પ્રકૃતિને માણવા માટે ઉમટી પડ્યા હોય છે. અહીં આવેલ ધોધને અને પ્રકૃતિને આસપાસના પંથકના લોકોએ મન ભરીને માણી હતી. જેમાં અહીં આવેલા પાણીના ધોધમાં લોકો નહાવા પણ ઉમટ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details