ગુજરાત

gujarat

ETV Bharat / state

Devayat Khavad Bail: જેલમુક્તિ બાદ રાણો મોજમાં, 72 દિવસ બાદ ફટકાર્યો ગુજરાતી કવિનો શેર - Sarveswar Chowk Rajkot

72 દિવસ બાદ દેવાયત ખવડે જેલની બહાર આવતા જ અમૃત ઘાયલનો શેર યાદ કર્યો હતો. વસમી સફર વેઠી નથી તેને શું છે જગત તેની ખબર હોતી નથી. આ વાત કહીને પોતાની વાતને વિરામ આપ્યો હતો. જોકે, સમય આવ્યે જવાબ દેવાની વાત પણ ઉચ્ચારી હતી.

Devayat Khavad: 72 દિવસ બાદ દેવાયત ખવડે જેલની બહાર આવતા જ અમૃત ઘાયલનો શેર યાદ કર્યો
Devayat Khavad: 72 દિવસ બાદ દેવાયત ખવડે જેલની બહાર આવતા જ અમૃત ઘાયલનો શેર યાદ કર્યો

By

Published : Mar 1, 2023, 11:09 AM IST

72 દિવસ બાદ દેવાયત ખવડે જેલની બહાર આવતા જ ફટકાર્યો ગુજરાતી કવિનો શેર

રાજકોટઃ લોકસાહિત્યકાર દેવાયત ખવડને હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે. દેવાયત ખવડ રાજકોટની પોપટપરા જેલમાંથી મુક્ત થયા હતા. દેવાયત ખવડને મળવા માટે મોટી સંખ્યામાં તેમના સમર્થકો અને ચાહકો જેલની બહાર ઉમટી પડ્યા હતા. જેલની બહાર દેવાયત ખવડ નીકળતા તરત જ તેમના સમર્થકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

રાજકોટમાં પ્રવેશ બંધી:હાઇકોર્ટ દ્વારા દેવાયત ખવડને શરતી જામીન આપવામાં આવ્યા છે. જેમાં તેમને છ મહિના સુધી રાજકોટમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે દેવાયત ખવડ જેલમાંથી છુટતાની સાથે જ પોતાના મિત્ર વર્તુળ અને પરિવારજનો સાથે અન્ય સ્થળે જવા નીકળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, દેવાયત ખવડને રાજકોટના સર્વેશ્વર ચોકમાં મયુરસિંહ રાણા નામના યુવક પર હુમલો કરવા મામલે જેલમાં જવું પડ્યું હતું. હજુ પણ આ મામલાનો કેસ ચાલુ છે.

આ પણ વાંચો Rajkot News : દેશ માટે જીવન સમર્પિત કરનાર નિરાધાર પેન્શન માટે સરકારી ઓફિસના ખાઈ રહ્યા છે ચક્કર

અમૃત ઘાયલનો શેર યાદ કર્યો:હું મારા ચાહક મિત્રો અને અઢારે વર્ણો તેમજ માતાજીના આશીર્વાદથી બહાર આવ્યો છુ. હું જેલમાંથી બહાર આવ્યો છું. જેના કારણે આનંદની લાગણી અનુભવી રહ્યો છું. સંસારમાં જેને વસમી સફર વેઠી નથી. તેને શું છે જગત તેની ખબર હોતી નથી. જ્યારે જીવનમાં ઘણા અનુભવો પણ તમને જીવન જીવતા શીખવાડતા હોય છે. સમય આવશે ત્યારે આપણે આ અંગેના ખુલાસા પણ કરીશું. જવાબ પણ આપીશું હાલ સમય ઓછો છે. એટલે આ વાતને અહીં જ વિરામ આપું છું--દેવાયત ખવડ

આ પણ વાંચો AIIMS Rajkot: નકલી ડોક્યુમેન્ટના સહારે યુવતી કરવા ગઈ હતી નોકરી, ભયંકર રીતે ભાંડો ફૂટ્યો

ખુશીનો માહોલ:હાઇકોર્ટ દ્વારા દેવાયત ખવડને છ મહિના માટે રાજકોટથી તડીપાર કરવામાં આવ્યા છે. તેમજ 72 દિવસ બાદ આજે દેવાયત ખવડને હાઇકોર્ટમાંથી જામીન મળ્યા છે. જેને લઇને તેના સમર્થકોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. દેવાયત ખવડને લોકોએ મજાક પણ બનાવી દીધી છે. કેમકે તેઓ પોતાના ડાયરામાં સતત રાણો રાણાની રીતે તેવું બોલતા હોય છે. રાણો પોતાની મોજમાં હોય છે. પરંતુ દેવાયત ખવડના ખરાબ સમયમાં લોકોએ ડાયરાની મોજ અસલ જીંદગીમાં પણ દેવાયતની મજા કરી નાખી.

ABOUT THE AUTHOR

...view details