આ દરમિયાન વિદેશી દારૂ અને બિયરની 1,06,342 બોટલો ઝડપાઈ હતી. જેની કિંમત અંદાજીત 3,33,86120 રૂપિયા જેટલી થઈ હતી. આ તમામ ઝડપાયેલા મુદ્દામાલનો પોલીસ દ્વારાબુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવ્યો છે. રાજ્યમાં એક તરફ દારૂબંધી છે,જ્યારે બીજી તરફ ગુજરાતમાંથી વિદેશી દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં ઝડપાઈ રહ્યોછે. રાજકોટ પોલીસે શુક્રવારે વર્ષ 2018-19 દરમિયાન ઝડપાયેલા વિદેશી દારૂ અને બિયરના જથ્થાનો નાશ કર્યો હતો. રાજકોટમાં ચાલુવર્ષે અલગ-અલગ પોલીસ મથકમાં કુલ 470 જેટલા વિદેશી દારૂના કેસ નોંધાયા હતા.
રાજકોટ પોલીસે વિદેશી દારૂ અને બિયરની બોટલો પર બુલડોઝર ફેરવ્યું - bottle
રાજકોટ: શહેર પોલીસ દ્વારા શુક્રવારે શહેરની ભાગોળે આવેલા સોખડા ગામ નજીક વિદેશી દારૂ અને બિયરના વિશાળ જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. રાજકોટ પોલીસે ચાલુ વર્ષ 2018-19માં વિદેશી દારૂના 470 કેસ નોંધવામાં આવ્યા હતા.
સ્પોટ ફોટો
જેમાં પોલીસને એક લાખ કરતા પણ વધારે દારૂ અને બિયરની બોટલો મળી આવી હતી. આ તમામ બોટલોનો શુક્રવારેપોલીસ દ્વારા રાજકોટની ભાગોળે આવેલા સોખડા ગામ નજીક નાશ કરવામાં આવ્યો હતો. રાજકોટ પોલીસે કાયદાકીય રીતે તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ એક લાખ બોટલો પર બુલડોઝર ફેરવ્યું હતું.