ગુજરાત

gujarat

By

Published : Jun 8, 2022, 7:24 PM IST

ETV Bharat / state

રાજકોટમાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝરનો માર, 15 મકાન અને 5 ઝુંપડા તોડ્યા

રાજકોટમાં રૈયાથી ઘંટેશ્વર જવાના રોડ પર તંત્ર દ્વારા ડિમોલિશન (Demolition work in Rajkot)કરી 10,000 ચો.મીટર જગ્યા ખુલ્લી કરાવામાં આવી છે. આ ડિમોલિશનની કામગીરીમાં 15 મકાન અને 5 ઝુંપડા તોડી પાડી સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે કરાયેલા બાંધકામો દૂર કરવામાં આવ્યા છે.

Demolition work in Rajkot: રાજકોટમાં રૈયાથી ઘંટેશ્વર રોડ પર ગેરકાયદે બાંધકામને તંત્રએ ખંડેરમાં ફેરવ્યું
Demolition work in Rajkot: રાજકોટમાં રૈયાથી ઘંટેશ્વર રોડ પર ગેરકાયદે બાંધકામને તંત્રએ ખંડેરમાં ફેરવ્યું

રાજકોટઃ શહેરમાં રૈયાથી ઘંટેશ્વર જવાના રોડ પર તંત્રનું(Demolition work in Rajkot) બુલડોઝર ફર્યું હતું છે. શહેરમાં જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ રૈયાથી ઘંટેશ્વર જવાના રોડ પર તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે. આ ડિમોલિશનની કામગીરીમાં 15 મકાન અને 5 ઝુંપડા તોડી પાડી સરકારી ખરાબાની જમીન (Government waste land)ઉપર ગેરકાયદે કરાયેલા બાંધકામો દૂર કરી 10,000 ચો.મીટર જગ્યા ખુલ્લી કરાઈ હતી.

આ પણ વાંચોઃAttack On The Municipal Team Surat: દબાણો દૂર કરવા ગયેલી દબાણખાતાની ટીમ પર હુમલો, એક કર્મચારી ઘાયલ

બાંધકામનું ડિમોલિશન કરવામાં આવ્યું -આ મુદ્દે રાજકોટ પશ્ચિમના મામલતદાર જાનકી પટેલે જણાવ્યું હતું કે, ખાલી કરાયેલી જમીન પર ફરીવાર દબાણ થાય તો દબાણકર્તા વિરૂધ્ધ ગુજરાત લેન્ડ ગ્રેબીન્ગ એક્ટ-2020 અન્વયે કાર્યવાહી કરવામાં આવશે. શહેરના રૈયાાધાર વિસ્તાર નજીકના સર્વે નં.318ના પ્લોટ નં 65/2ની સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરાયેલા 15 જેટલા કાચા-પાકા મકાનો તથા 5 જેટલા ઝુંપડાઓ તથા નવું નિર્માણ પામી રહેલા બાંધકામનું ડિમોલિશન (Demolition work)કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃSurat Demolition Operation : સુરતમાં ગેરકાયદેસર ઊભા કરી દેવાયેલા મદ્રેસામાં પાલીકાનું બુલડોઝર

ગેરકાયદે થયેલા બાંધકામોને ખાલી કરવા નોટીસ પાઠવવામાં આવી -સર્વે નં.318માં રૈયાથી ઘંટેશ્વર જવાના 40 ફુટના રોડ ઉપર આવેલું દબાણ દૂર કરવામાં આવ્યું હતું તેમજ સર્વે નં.318 માં રૈયાધાર નજીક આવેલ સરદાર ચોક પાસેના ઝુંપડા અને અડધું બાંધેલુ મકાન તોડી પાડીને જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. આ વિસ્તારમાં અન્ય ગેરકાયદે થયેલા બાંધકામોને ખાલી કરવા નોટીસ પાઠવવામાં આવી છે. અંદાજીત 10,000 ચોરસ મીટર જેટલી સરકારી જમીન ખાલી કરાવવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details