રાજકોટઃરાજકોટ શહેરના વિકાસની સાથે તેનો વિસ્તારમાં વધી રહ્યો છે. એવામાં સરકારી જમીનો પર લોકો દ્વારા ગેરકાયદેસર મકાનો સહીતના બાંધકામો કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટ વહીવટી તંત્ર દ્વારા રૈયા સ્માર્ટ સિટી વિસ્તારમાં ડ્રિમ સિટી નજીક સરકારી ખરાબાની 45 હજાર ચોરસ મીટરથી વધુની જમીન પર ગેરકાયદેસર રીતે કરાયેલા દબાણને દૂર કરી આશરે રૂપિયા 230 કરોડના મૂલ્યની જમીન ખાલી કરાવાઈ હતી.
મકાનો તોડી પડાયા:આ કામગીરી રાજકોટના અધિક નિવાસી કલેકટર કે.બી. ઠક્કરના માર્ગદર્શન હેઠળ મામલતદાર જાનકી પટેલ તેમજ ટીમ દ્વારા આજ સવારથી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કલેકટર કે.બી. ઠક્કર જણાવ્યા મુજબ રૈયા હિલ પાસે રૈયા 318ની ટી.પી. સ્કીમ નં-22 માં એસ.પી. 61-1, 2માં સરકારી ખરાબા જમીન પર 45,870 ચો. મી. જમીન પરના 50થી વધુ કાચા અને પાકા મકાન તેમજ ગેરેજ, એલ્યુમિનિયમ સ્ક્રેપ સહિત કેટલાક કોમર્શિયલ બાંધકામોનું ડીમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાના બે બુલડોઝર સહિત ટ્રક-ટ્રોલર વગેરે જેવા સાધનોથી દબાણ હટાવી કાટમાળનો સ્થળ પરથી તુર્ત જ નિકાલ કરવામાં આવી રહ્યોછે.
આ પણ વાંચો Valentine Day 2023: વેલેન્ટાઇન ડે નહિ પણ વ્હાલની ઉજવણી, વાલીની કરવામાં આવી વંદના