ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યમાં ધોરણ 9થી 11ના વર્ગ શરૂ કરવાની સ્વનિર્ભર શાળા સંચાલકોની માંગ - રણ 12 અને કોલેજના વર્ગો શરૂ

કોરોનાના કેસ ધીમે-ધીમે કાબૂમાં આવતા ધોરણ 12 અને કોલેજના વર્ગો ફરી શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે રાજકોટમાં સ્વનિર્ભર શાળા સંચાલકો દ્વારા હવે ધોરણ 9થી 11ના વર્ગો શરૂ કરવાની માંગણી કરવામાં આવી છે. જેને લઇને સમગ્ર રાજ્યમાં સ્વનિર્ભર શાળા સંચાલકો દ્વારા આજે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

રાજ્યમાં ધોરણ 9થી 11ના વર્ગ શરૂ કરવાની સ્વનિર્ભર શાળા સંચાલકોની માંગ
રાજ્યમાં ધોરણ 9થી 11ના વર્ગ શરૂ કરવાની સ્વનિર્ભર શાળા સંચાલકોની માંગ

By

Published : Jul 19, 2021, 2:49 PM IST

  • ધોરણ 12 અને કોલેજના વર્ગો ફરી શરૂ કરાયા
  • ધોરણ 9,10 અને 11ના વર્ગો પણ શરૂ કરવામાં આવે તે જરૂરી
  • જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત સાથે આવેદનપત્ર આવ્યું

રાજકોટ :કોરોનાની બીજી લહેર દરમિયાન મોટાભાગના ઉદ્યોગ ધંધા બંધ કરવામાં આવ્યા હતા. તેમજ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. એવામાં શાળા-કોલેજોના વર્ગો પણ બંધ રાખવામાં આવ્યા હતા. કોરોનાના કેસ ધીમે-ધીમે કાબૂમાં આવતા ધોરણ 12 અને કોલેજના વર્ગો ફરી શરૂ કરવામાં આવ્યા છે.

રેસ્ટોરન્ટ, થિયેટરો તેમજ સ્વિમિંગ પૂલ સહિતની વ્યવસ્થાઓ 50 ટકા કેપિસિટી સાથે શરૂ

જ્યારે રેસ્ટોરન્ટ, થિયેટરો તેમજ સ્વિમિંગ પૂલ સહિતની વ્યવસ્થાઓ 50 ટકા કેપિસિટી સાથે શરૂ કરવામાં આવી રહ્યા છે. એવામાં રાજકોટમાં સ્વનિર્ભર શાળા સંચાલકો દ્વારા હવે ધોરણ 9થી 11ના વર્ગો શરૂ કરવાની માંગણી કરવામાં આવી છે.

રાજ્યમાં ધોરણ 9થી 11ના વર્ગ શરૂ કરવાની સ્વનિર્ભર શાળા સંચાલકોની માંગ

15 તારીખથી ધોરણ 12ના અને કોલેજના વર્ગો શરૂ કરાયા

રાજ્યમાં 15 તારીખથી ધોરણ 12ના અને કોલેજના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે ધોરણ 9,10 અને 11ના વર્ગો એક ગ્રુપમાં આવતા હોય છે. એવામાં રાજ્ય સરકાર દ્વારા ધોરણ 9,10 અને 11ના વર્ગો હજુ સુધી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી નથી. સ્વનિર્ભર શાળા સંચાલકોના એસોસિએશન દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ધોરણ 9,10 અને 11ના વર્ગો ફરી શરૂ કરવાની માંગણી કરવામાં આવી હતી.

ધોરણ 9,10 અને 11ના વર્ગો પણ શરૂ કરવામાં આવે તે જરૂરી

ધોરણ 9,10,11 અને 12ના વર્ગ ખંડો જ્યારે કોરોનાની પ્રથમ લહેર બાદ એક સાથે શરૂ કરવામાં આવ્યા હતા. ત્યારે કોરોનાની બીજી લહેર બાદ હવે માત્ર ધોરણ 12ના જ વર્ગખંડો શરૂ કરવામાં આવ્યા છે. જેને લઈને સ્વનિર્ભર શાળા સંચાલકના પ્રમુખ ડી. વી મહેતા દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જ્યારે 9,10 અને 11-12ને એક જ ગ્રુપમાં આવતા હોવાના કારણે સરકાર દ્વારા માત્ર ધોરણ-12ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. જે આવકારદાયક છે પરંતુ ધોરણ 9,10 અને 11ના વર્ગો પણ શરૂ કરવામાં આવે તે જરૂરી છે.

રાજ્યમાં ધોરણ 9થી 11ના વર્ગ શરૂ કરવાની સ્વનિર્ભર શાળા સંચાલકોની માંગ

જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત સાથે આવેદનપત્ર આવ્યું

કોરોનાની બીજી લહેર પછી સ્વિમિંગ પૂલો, વોટર પાર્ક રેસ્ટોરન્ટ, હોટેલ અને ટ્યુશન ક્લાસિસ કોલેજો તેમજ હરવા-ફરવાના સ્થળો આ તમામ વ્યવસ્થાઓને 50 ટકા કેપીસીટિ સાથે શરૂ કરવાની જાહેરાતો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. જ્યારે ધોરણ 12ના અને કોલેજના પણ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ ધોરણ 9,10 અને 11નાવર્ગો શરૂ કરવામાં આવ્યા નથી. જેને લઇને સમગ્ર રાજ્યમાં સ્વનિર્ભર શાળા સંચાલકો દ્વારા આજે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details