ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં રાત્રી કરફ્યૂ દરમિયાન ખાનગી ટ્રાવેલ્સને શહેરમાં પ્રવેશની માગ - Curfew

ગુજરાતના કેટલાક શહેરોમાં રાત્રે 10 વાગ્યાથી કરફ્યૂ (Curfew)લાદવામાં આવ્યું છે. ત્યારે કરફ્યૂ દરમિયાન શહેરોમાં ST બસોને પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે, જેને લઇને ખાનગી ટૂર એન્ડ ટ્રાવેલ્સ (tours and travels)ના સંચાલકો દ્વારા ખાનગી ટ્રાવેલ્સને પણ શહેરમાં પ્રવેશવાની મંજૂરી આપવાની માગ કરી છે.

રાજકોટમાં રાત્રી કરફ્યૂ દરમિયાન ખાનગી ટ્રાવેલ્સને શહેરમાં પ્રવેશની માગ
રાજકોટમાં રાત્રી કરફ્યૂ દરમિયાન ખાનગી ટ્રાવેલ્સને શહેરમાં પ્રવેશની માગ

By

Published : Jul 6, 2021, 2:32 PM IST

  • રાજકોટમાં રાત્રી કરફ્યૂ દરમિયાન ખાનગી ટ્રાવેલ્સને શહેરમાં પ્રવેશની માગ
  • રાજકોટમાં ટૂર એન્ડ ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત
  • ટ્રાવેલ્સની પણ શહેરમાં અંદર પ્રવેશવા માટેની મંજૂરી આપવામાં આવે

રાજકોટ: દેશમાં કોરોના હજુ પણ સંપૂર્ણ રીતે ગયો નથી. એવામાં સરકાર દ્વારા કેટલીક છૂટછાંટ જાહેર કરવામાં આવી છે. જ્યારે ગુજરાતના કેટલાક શહેરોમાં રાત્રે 10 વાગ્યાથી કરફ્યૂ લાદવામાં આવ્યું છે. જ્યારે કરફ્યૂ દરમિયાન શહેરોમાં ST બસોને પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે, ત્યારે ખાનગી ટૂર એન્ડ ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા રાત્રી કરફ્યૂ દરમિયાન ખાનગી ટ્રાવેલ્સને પણ શહેરમાં પ્રવેશવાની મંજૂરી આપવાની માગ કરવામાં આવી છે. જેને લઈને આજે રાજકોટમાં ટૂર એન્ડ ટ્રાવેલ્સ (tours and travels)ના સંચાલકો દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી અને આ મામલે આવેદન પત્ર પણ પાઠવવામાં આવ્યું હતું.

રાજકોટમાં રાત્રી કરફ્યૂ દરમિયાન ખાનગી ટ્રાવેલ્સને શહેરમાં પ્રવેશની માગ

ST બસોની જેમ ખાનગી ટ્રાવેલ્સને પણ છૂટ આપવાની માગ

રાજ્યના કેટલાક શહેરોમાં રાત્રે 10 વાગ્યા બાદ કરફ્યૂ લાદવામાં આવે છે. જ્યારે આ રાત્રી કરફ્યૂ દરમિયાન ખાનગી વાહનોને શહેરમાં પ્રવેશવા દેવામાં આવતા નથી પરંતુ એસટી બસોને રાત્રી દરમિયાન શહેરમાં પ્રવેશની મંજૂરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે, ત્યારે રાજ્યના ખાનગી ટૂર એન્ડ ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા રાત્રી કરફ્યૂ દરમિયાન જેમ એસટી બસોને શહેરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે. તેમ ખાનગી ટ્રાવેલ્સની પણ શહેરમાં અંદર પ્રવેશવા માટેની મંજૂરી આપવામાં આવે તેવી ટૂર એન્ડ ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા માગ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ કોરોનાકાળમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના વ્યવસાયની હાલત બની કફોડી

દૈનિક 1 હજારથી વધુ ખાનગી ટ્રાવેલ્સો શરૂ

રાજકોટને સૌરાષ્ટ્રનું પાટનગર માનવામાં આવે છે, ત્યારે રાજકોટમાં દૈનિક 1000થી વધુ ખાનગી ટ્રાવેલ્સ ચાલે છે. આ ખાનગી ટ્રાવેલ્સમાં દરરોજ 35 હજારથી વધુ પ્રવાસીઓ રાત્રી તેમજ દિવસ દરમિયાન પ્રવાસ કરતા હોય છે. એવામાં રાત્રે 10 વાગ્યા બાદ કરફ્યૂ લાગવાના કારણે આવેલી ખાનગી બસ શહેરમાં પ્રવેસી શકતી નથી. જેને લઇને આ બસના પ્રવાસીઓ ને શહેરની બહારના પોઈન્ટ ઉપર ઉતારવા પડે છે, ત્યારે ટ્રાવેલ્સ સંચાલકો તેમજ પ્રવાસીઓને બંનેને હાલાકીનો સામનો કરવો પડે છે. જેને લઇને રાત્રિમાં રાત્રી કરફ્યૂ દરમિયાન પણ શહેરમાં ખાનગી ટ્રાવેલ્સની પ્રવેશવાની માગ કરવામાં આવી છે.

રાતના સમયે પ્રવાસીઓની સલામતીના સવાલો

લાંબા રૂટની ખાનગી ટ્રાવેલ્સમાં મોટાભાગના પ્રવાસીઓને રાતના સમયે જ વધુ પ્રવાસ કરતા હોય છે. એવામાં રાત્રી દરમિયાન રાજકોટ શહેર બહાર આ પ્રવાસીઓને ઉતારવામાં આવે છે. જ્યારે શહેરમાં ખાનગી બસો પ્રવેશતી ન હોવાના કારણે પ્રવાસીઓને પણ રાજકોટની બહાર ઉતરવા પડે છે. જ્યાં ઘરે જવા માટે પ્રવાસીઓને બીજી અન્ય કોઈ સવારી મળતી નથી. જેને લઇને પ્રવાસીઓને સમાન અને તેમની સલામતી અંગેના સવાલો પણ ઊભા થાય છે. ત્યારે આજે ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા શહેરમાં લીમડા ચોક અને 150 ફૂટ રીંગ રોડ આ બંને પોઈન્ટ ઉપર પ્રવાસીઓને ઊતરવા માટેની મંજૂરી પોલીસ કમિશનર સમક્ષ માંગવામાં આવી છે.

આ પણ વાંચોઃ છેલ્લા એક વર્ષથી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ઉદ્યોગને કોરોના સંક્રમણને કારણે થઇ રહ્યું છે નુકસાન

બે સ્થળોએ પ્રવાસીઓને ઉતારવાની આપો મંજૂરી

રાજકોટની પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને રજૂઆત કરવા માટે આવેલા ટૂર એન્ડ ટ્રાવેલ્સ એસોસિએશનના પ્રમુખ દશરથભાઇ વાળાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરી છે કે, શહેરના બે પોઈન્ટ ઉપર અમને પ્રવાસીઓને ઉતારવા માટેની મંજૂરી આપવામાં આવે છે. જેમાં શહેરમાં આવેલા લીમડા ચોક અને 150 ફૂટ રિંગરોડ આ બે સ્થળો પર જો અમને પ્રવાસીઓને ઊતરવાની મંજૂરી આપવામાં આવે તો પ્રવાસીઓની પણ સલામતી જળવાઈ રહે છે. અને રાત્રી દરમિયાન પ્રવાસીઓનો સમય પણ બચી શકે છે.

ABOUT THE AUTHOR

...view details