રાજકોટઃ જિલ્લાના ગોમટા ગામે પાટિયા ખાતે આવેલા ડુંગરીના કારખાનામાં કામ કરતી યુવતીનું મોત નીપજ્યું છે. આ યુવતી ડુંગરીના કારખાનામાં કામ કરતી હતી, પરંતુ કામ કરતા સમયે તેનો દુપટ્ટો મશીનમાં ફસાયો હતો અને ગળેફાંસો થઈ જતાં આ યુવતીનું મોત નીપજ્યું હતું.
ગોંડલના ગોમટા ગામે કારખાનામાં કામ કરતી યુવતીનું મોત - ગોંડલના કારખાનામાં કામ કરતી યુવતીનું મોત
રાજકોટના ગોમટા ગામમાં આવેલા ડુંગરીના કારખાનામાં કામ કરતી યુવતીનું મોત થયું છે. કામ દરમિયાન તેનો દુપટ્ટો મશીનમાં ફસાઇ જતા મોત થયું છે.
ગોંડલના ગોમટા ગામે કારખાનામાં કામ કરતી યુવતીનું મોત
યુવતીને સારવાર મળે તે પહેલા જ મોત
રાજકોટ જિલ્લાના ગોમટા ખાતે ડુંગળીની ફેકટરીમાં કામ કરતી મૂળ મધ્યપ્રદેશની સવિતા ગંગારામ પંચાલ નામની યુવતી કારખાનામાં કામ કરતી હતી તે દરમિયાન અચાનક તેને પહેરેલો દુપટ્ટો મશીનમાં આવી જતાં અચાનક તેને ગળેફાંસો થયો હતો. જો કે આ ઘટનામાં યુવતી બેભાન થઈ હતી. તેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ આ યુવતીનુ મોત નીપજ્યું હતું. જેને લઈને તેના પરિવારમાં દુઃખની લાગણી ફેલાઇ હતી.