પ્રાપ્ત વિગતો મુજબ, ગોંડલમાં આશાપુરા ડેમમાં ન્હાવા પડેલ અજાણ્યો યુવાન કોઈનું ચપ્પલ લેવા ઉતરતા ઊંડા પાણીમાં ગરકાવ થઇ જતા પાલિકાના તરવૈયાઓએ તેને ઊંડા પાણીમાંથી બહાર કાઢ્યો હતો. અલબત્ત આ દરમિયાન અજાણ્યા યુવાનનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. યુવાને બ્લૂ કલરનું ટી-શર્ટ પહેર્યું છે અને જમણા હાથમાં જય માતાજી હિન્દીમાં ત્રોફાવેલ છે. તેની ઓળખ મેળવવા શહેર પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ગોંડલના સેતુબંધ ડેમમાં યુવાનનું ડૂબી જવાથી મોત - gujarat news
રાજકોટઃ ગોંડલમાં નર્મદાના નીરથી શહેરના જીવાદોરી સમાન વેરી તળાવ આશાપુરા સેતુબંધ ડેમ છલોછલ થયો છે. ત્યારે વરસાદી પાણી વરસતા ઓવરફલોમાં વધારો થયો હતો. આ દરમિયાન આશાપુરા સેતુબંધ ડેમમાં ન્હાવા પડેલ અજાણ્યો યુવાન કોઈનું ચપ્પલ લેવા ઉતરતા ઊંડા પાણીમાં ગરકાવ થઇ જતા આ અજાણ્યા યુવાનનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.
શહેરની તીવ્ર પાણીની તંગીને લઇ રાજ્ય સરકાર દ્વારા ચોમાસા પહેલા જ શહેરના જળાશયો છલોછલ કરી દેવામાં આવ્યા છે. ત્યારે વરસાદ વેળાએ પણ પાણી આવતું હોય છે. ગોંડલ સીટી PI રામાનુજ તેમજ નગર પાલિકાના કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા ગોંડલની જનતાને અપીલ કરવામાં આવી છે કે, હાલ નર્મદાના પાણીની આવક તેમજ ઉપરવાસમાં પડતા વરસાદના પાણીની આવક ડેમમાં થતી હોય તો ગોંડલની જનતાએ ડેમમાં ન્હાવા ન જવાની અપીલ કરી છે.
આ ઘટના બાદ વેરી તળાવ, આશાપુરા ડેમ અને સેતુબંધ ડેમ આ ત્રણેય જળાશયો પાસે સુચના બોર્ડ મારવામાં આવે તેવી લોકમાગ ઉઠવા પામી છે. ત્યારે ગત સપ્તાહે પણ આશાસ્પદ યુવાનનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.