રાજસ્થાન અલવર ખાતે દલિત મહિલા સાથે સામૂહિક બળાત્કારની ઘટના બની છે. ગુજરાતના બાવળામાં દલિત યુવતી હત્યાકાંડ સહિત લહોર ગામમાં વરઘોડાનાં મુદે 150 દલિત પરીવારનો સામૂહિક બહીષ્કાર કરાયો છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ દલિત સમાજ સાથે ભેદભાવના બનાવો વધી રહ્યા છે.
દલિતો સાથે થતાં આભડછેટ મુદ્દે ધોરાજી દલિત યુવા વિકાસ સંગઠને આવેદનપત્ર પાઠવ્યું - untouchabilty
રાજકોટઃ ગુજરાત તેમજ અન્ય રાજ્યમાં દલિતો સાથે અત્યાયાર અને આભડછેટ થઈ રહ્યા છે. દલિતો સાથે આ પ્રકારનો વ્યવહાર રાખનાર તત્ત્વો સામે પગલા ભરવા ધોરાજી દલિત યુવા સંગઠને ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ છે.
દલિતો સાથે થતાં આભડછેટ મુદ્દે ધોરાજી દલિત યુવા વિકાસ સંગઠનના સુત્રોચ્ચાર, આવેદનપત્ર પાઠવ્યુ
ઉપરોક્ત બનાવોની રાજકોટ જિલ્લા દલિત વિકાસ સંગઠને ટીકા કરી છે. રાજકોટ પંથકમાં પણ દલિત સમાજમાં ઉગ્ર રોષ ઉભો થયો છે. સોમવારે ધોરાજી દલિત યુવા વિકાસ સંગઠન દ્વારા ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ છે. દલિત આગેવાનોને આ પ્રકારની ઘટનાઓ માટે જવાબદાર તત્ત્વો અને તેમને છાવરનારા અધિકારીઓ સામે કડક પગલાની માગ કરી છે.