ગુજરાત

gujarat

By

Published : Jun 14, 2023, 5:48 PM IST

ETV Bharat / state

Cyclone Biparjoy: વાવાઝોડાના ખતરા વચ્ચે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા 15 હજાર ફૂડ પેકેટ તૈયાર કરાયા

રાજ્યના વિવિધ જિલ્લામાં બિપરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ત્યારે આ આપત્તિ સમયે ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા આગળ આવ્યું છે. 150થી વધુ સ્વયંસેવકો દ્વારા યુદ્ધના ધોરણે ફૂડ પેકેટ તૈયાર કરીને પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

ખોડલધામ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ
ખોડલધામ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ

ખોડલધામ ટ્રસ્ટની સહારનીય કામગીરી

રાજકોટઃ બિપરજોય વાવાઝોડાનો ખતરો રાજ્યના વિવિધ જિલ્લામાં મંડરાઈ રહ્યો છે. ત્યારે હર હંમેશા આપત્તિ સમયે નાતજાત ભૂલીને છેવાડાના માનવી સુધી મદદ પહોંચાડવા માટે ખડેપગે રહેતા ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા જરૂરિયાત મંદ લોકોને ફૂડ પેકેટ પહોંચાડવામાં આવ્યા છે. જે જિલ્લાઓમાં વાવાઝોડાની અસર થવાની છે તે જિલ્લાઓમાં યુદ્ધના ધોરણે ફૂડ પેકેટ તૈયાર કરીને પહોંચાડવાની કામગીરી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડ દ્વારા કરવામાં આવી છે.

15000 ફૂડ પેકેટ તૈયાર કરાયા

15000 ફૂડ પેકેટ તૈયાર કરાયા: શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશ પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ હાલ રાજકોટ શહેરના શ્રી સરદાર પટેલ ભવન ખાતે પ્રથમ તબક્કામાં કુલ 15000 ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. આ ફૂડ પેકેટ વહીવટી તંત્રના જણાવ્યા પ્રમાણે જે જગ્યાએ જરૂરિયાત છે ત્યાં પહોંચતા કરવામાં આવી રહ્યા છે. 1 લાખ ફૂડ પેકેટ બને તેટલું મટીરીયલ એકઠું કરી દેવામાં આવ્યું છે.

15000 ફૂડ પેકેટ તૈયાર કરાયા

150થી વધુ સ્વયંસેવકો દ્વારા કામગીરી: રાજકોટ ખાતે ફૂડ પેકેડ તૈયાર કરવા માટે આશરે 150થી વધુ સ્વયંસેવકો રાત-દિવસ કામગીરી કરી રહ્યા છે. તૈયાર કરાયેલા ફૂડ પેકેટને વ્યવસ્થિત પેક કરીને વહીવટી તંત્ર સાથે સંકલન કરીને વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવી રહ્યા છે. વહીવટી તંત્ર જે પ્રમાણે સૂચના આપશે તે પ્રમાણે શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડ દ્વારા ફૂડ પેકેટ તૈયાર કરીને અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચતા કરવામાં આવશે.

150થી વધુ સ્વયંસેવકો દ્વારા કામગીરી

ખોડલધામ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ: બિપરજોય વાવાઝોડાના કારણે દર્શનાર્થીઓની સુરક્ષાને ધ્યાને લઈને અને સરકારના નિયમ અનુસાર આગામી તારીખ 14 અને 15 જૂનના રોજ શ્રી ખોડલધામ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. ત્યારબાદ સરકારની સૂચના મુજબ મંદિર રાબેતા મુજબ ચાલુ થશે જેની સર્વે દર્શનાર્થીઓએ નોંધ લેવા જણાવાયું છે.

1 લાખ ફૂડ પેકેટ બને તેટલું મટીરીયલ એકઠું કરી દેવામાં આવ્યું

કંટ્રોલરૂમ શરૂ: બિપરજોય વાવાઝોડાને લઈને ગીર-સોમનાથ, જૂનાગઢ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, કચ્છ, મોરબી અને રાજકોટ જિલ્લામાં તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું હોય આ જિલ્લાના લોકોને મદદરૂપ થવાના હેતુથી શ્રી ખોડલધામ જિલ્લા સમિતિ દ્વારા કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે અને જરૂરિયાતમંદ લોકોને બનતી મદદ પહોંચાડવામાં આવી રહી છે.

  1. Cyclone Biparjoy: 130 કિમીની ઝડપે વાવાઝોડું જખૌ બંદરે ત્રાટકશે, રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ થશે: મનોરમા મોહંતી
  2. Cyclone Biparjoy: વાવાઝોડાનો ઘેરાવો 680 કિમીનો, રાજસ્થાન, ઉત્તર ભારત સહિત પાકિસ્તાનમાં આવશે આંધી: અંબાલાલ
  3. Cyclone Biparjoy Live Updates: બિપરજોય વાવાઝોડાના કારણે દ્વારકાધીશ મંદિર બંધ રાખવાનો તંત્રએ લિધો નિર્યણ

ABOUT THE AUTHOR

...view details