- રાજકોટ પોલીસ કમિશનરનું નિવેદન
- મનોજ અગ્રવાલે લોકોને કોરોનાકાળમાં સાવધાન રહેવા અપીલ કરી
- કોરોનાના કેસોમાં વધારો નોંધાતા કરફ્યૂને 30 એપ્રિલ સુધી લંબાવાયો
આ પણ વાંચોઃ 4 મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ 30 એપ્રિલ સુધી યથાવત રહેશે
રાજકોટઃરાજ્યમા હોળી-ધુળેટીના પર્વ બાદ સતત કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જેને લઇને રાજ્ય સરકાર દ્વારા શહેરના અલગ-અલગ શહેરોમાં રાતના 9થી સવારના 6 વાગ્યા સુધીનો કરફ્યૂ 30 એપ્રિલ સુધી લંબાવવામાં આવ્યો છે. 1 એપ્રિલથી કરફ્યૂ વિવિધ શહેરોમાં લાગુ રહેશે ત્યારે રાજકોટમાં પણ રાતના 9થી સવારના 6 વાગ્યા દરમિયાન અમલી રહેશે. જેને લઇને રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે લોકોને કોરોનાનાની પરિસ્થિતિમાં સાવધાન રહેવા માટેની અપીલ કરી હતી.