રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાની પ્રોહી બુટલેગરો પર સફળ રેઈડ કરવાની સુચના કરતા LCB PI એમ.એન.રાણા તથા PSI એચ.એ.જાડેજા, HC અનીલભાઈ ગુજરાતી ,મેહુલભાઈ બારોટ, દિવ્યેશભાઈ સુવાને મળતી માહિતી મુજબ કે જેતપુર સીટીનો પ્રોહી બુટલેગર અનીલ ડબલી મનસુખભાઈ બારૈયા ઈગ્લીશ દારૂનો જથ્થો લઈ નિકળનાર છે. જેવી હકિકત મળતા મારૂતી સીફટ ગાડી નીકળતાની સાથે જ પોલીસે તેનો ફીલ્મી ઢબે પીછો કરતા જેતપુર સામાકાંઠા ગાયત્રી ચોક પાસે રોકવાની કોશીશ કરતા કારને પુર ઝડપે લઈ અને ઈલેટ્રીક થાંભલા સાથે ટ્કકર મારી નુકશાન કરી આરોપી કાર મુકી નાશી ગયેલ હતો.
ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂ પકડી પાડતી ક્રાઈમ બ્રાન્ચ, પાંચ લાખની કિંમતનો દારૂ ઝડપાયો - પોલીસ
રાજકોટ: જિલ્લાના જેતપુર શહેરમાં ફીલ્મી ઢબે પીછો કરી સીફટ ગાડીમાંથી વિદેશી દારૂની ઝડપી પાડવામાં આવ્યો છે. અહીં તપાસ કરતા લગભગ પાંચ લાખની આસપાસનો વિદેશી દારુ મળી આવ્યો છે. જો કે, સ્થળ પરથી આરોપીઓ ફરાર થઈ ગયા હતાં. હાલ આ કેસમાં આગળની વધુ તપાસ ચાલી રહી છે.
ફિલ્મી ઢબે પીછો કરી ઈંગ્લીશ દારૂ પકડી પાડતી ક્રાઈમ બ્રાન્ચ, ETV BHARAT
ત્યાર બાદ તેમાં ચેક કરતા ઈગ્લીશ દારૂની 93,600 રૂપિયાની બોટલ તથા સીફ્ટ ગાડીની સાથે કુલ મુદામાલ 4,93,600ને લઈને જેતપુર સીટી પોલીસે પ્રોહીબીશન તથા પ્રોપેટી ડેમેજ એકટ મુજબનો ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.