ગુજરાત

gujarat

ગોંડલના ગૌ સેવકોએ 70 ફુટ ઉંડા કુવામાં પડેલી 4 ગાયોનું રેસ્ક્યુ કરી બહાર કાઢી

By

Published : Dec 22, 2020, 4:43 PM IST

Updated : Dec 22, 2020, 5:01 PM IST

રાજકોટઃ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના માણેકવાડા ગામે 70 ફુટ ઉંડા કુવામાં પડેલી ચાર ગાયોને ગોંડલના ગૌસેવકોએ રેસ્ક્યુ કરી બહાર કાઢી હતી. ગૌસેવકોએ ગૌસેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ કાર્યમાં ગોંડલ નગરપાલિકાની ફાયર ટીમ પણ જોડાઇ હતી.

ગોંડલના ગૌ સેવકોએ  કુવામાં પડેલી ગાયોને રેસ્કયુ કરી બહાર કાઢી
ગોંડલના ગૌ સેવકોએ કુવામાં પડેલી ગાયોને રેસ્કયુ કરી બહાર કાઢી

  • માણેકવાડા ગામે 4 ગાય કુવામાં પડતા રેસ્ક્યુ કરાઈ
  • ગોંડલના ગૌસેવકોએ તેમજ ફાયર ટીમે ગાયનું કર્યુ રેસ્ક્યુ
  • રેસ્ક્યુ ઓપરેશન 8 થી 10 કલાક ચાલ્યું

રાજકોટઃ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના માણેકવાડા ગામે રહેતા નીલેશ ઠુંમરની વાડીમાં 70 ફુટ ઉંડા કુવામાં વહેલી સવારે ચાર ગાય પડી ગઈ હોવાની જાણ ગોંડલ ગૌમંડળ ગૌરક્ષા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગોરધન પરડવાને થતા તેઓ તેમના સાથી મિત્રો અને નગરપાલિકાની ફાયર ટીમની સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. તેઓએ ઘટના સ્થળે પહોંચી ગાયોને રેસ્ક્યુ કરી બહાર કાઢી હતી.

ગોંડલના ગૌ સેવકોએ કુવામાં પડેલી ગાયોને રેસ્કયુ કરી બહાર કાઢી

ક્રેનની મદદથી ગાયોને બહાર કાઢવામાં આવી

આ ઘટનામાં એક ગાયનો પગ ભાંગ્યો હતો, એકના માથાના શિંગડા ભાગ્યા હતા તો એક ગાયનું મોત નીપજ્યું હતું. આ રેસ્ક્યુ ઓપરેશન 8થી 10 કલાક ચાલ્યું હતું. ક્રેનની મદદથી 70 ફૂટ ઊંડા કુવામાં પડેલી ગાયોને વારાફરતી બહાર કાઢવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે, ગાયો ભડકતા આમ તેમ દોડવા લાગી હતી. જેમાંથી ચાર ગાય કુવાની દોઢ ફૂટ ઉચી પાડી ટપી અકસ્માતે કુવામાં પડી હતી.

Last Updated : Dec 22, 2020, 5:01 PM IST

ABOUT THE AUTHOR

...view details