- 5 ઓક્સિજન બેડ સાથેની કોવિડ હોસ્પિટલ શરૂ કરાઈ
- કોવિડ હોસ્પિટલનું સંચાલન સિવિલ હોસ્પિટલ જેતપુર દ્વારા કરવામાં આવશે
- જેતપુરની વસ્તી કરતા ઓછી ક્ષમતાવાળી હોસ્પિટલ શરૂ કરાઈ
રાજકોટઃ જિલ્લાના ઔદ્યોગિક શહેર જેતપુરમાં અંતે કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. આ કોવિડ હોસ્પિટલ જેતપુરના ધોરાજી રોડ પર આવેલા હિરપરા શૈક્ષણિક સંકુલમાં શરૂઆત કરવામાં આવી છે. આ કોવિડ હોસ્પિટલનું સંચાલન જેતપુર સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે. જેતપુર તેના સાડી ઉદ્યોગ માટે જગવિખ્યાત છે, ત્યારે જેતપુરમાં પરપ્રાંતિય મજૂરો પણ હજારોની સંખ્યામાં રહે છે. ત્યારે ફક્ત 5 ઓક્સિજન બેડ સાથે હોસ્પિટલ શરૂ કરતા લોકોમાં નિરાશા જોવા મળી હતી.
આ પણ વાંચોઃપોરબંદર જિલ્લાના માધવપુરમાં વધુ એક કોવિડ કેર સેન્ટર બનાવાશે