રાજકોટ: કાજલ સુરેશ મકવાણા અને નારણ ગોરધન જખેલીયા બન્ને અગાઉ એક જ શેરીમાં રહેતા હોવાથી બન્ને વચ્ચે ઘણા સમયથી પ્રેમસંબંધ હોવાની પણ ચર્ચા છે. નારણે અગાઉ એક મહિલા સાથે લવમેરેજ પણ કર્યા હતા પરંતુ કોઈ કારણોસર તેણે તેની સાથે 8 મહિના પહેલાં જ છૂટાછેડા લઈ લીધા હતા.
રાજકોટ નવાગામમાં પરિણીત પ્રેમીપંખીડાએ કર્યો આપઘાત - crime news of rajkot
રાજકોટની ભાગોળે આવેલા નવાગામની રંગિલા સોસાયટીમાં રહેતી કાજલ સુરેશ મકવાણા નામની 25 વર્ષીય મહિલા અને તેની નજીકની જ બીજી આંનદપર સોસાયટીમાં રહેતા નારણ ગોરધન જખેલીયા નામના પરિણીત પુરુષનો મૃતદેહ કાજલના ઘરેથી મૃત હાલતમાં મળી આવ્યો હતો.જેને લઈને વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
રાજકોટ નવાગામમાં પરિણીત પ્રેમીપંખીડાએ કર્યો આપઘાત
બન્ને મૃતકોના ઘરે નાના સંતાનો પણ છે. હાલ રાજકોટ કુવાડવા પોલીસ દ્વારા બંનેના મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવ્યું છે અને આ સમગ્ર મામલે કુવાડવા પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવાઈ રહી છે. કાજલનો પતિ સુરેશ નાથાલાલ મકવાણા બેડલા ગામનો વતની છે અને હાલ લોકડાઉનને પગલે તે ઓટના ગામમાં ફસાયો છે જે દરમિયાન આ સમગ્ર ઘટના બની છે.