ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોંડલ માર્કેટ યાર્ડમાં કપાસ અને મરચાની આવક, મગફળીની આવક બંધ કરાઇ - Gondal Marketing Yard

ગોંડલ માર્કેટિં યાર્ડમાં માંડવી-કપાસ અને ગોંડલીયા મરચાની આવકો જોવા મળી છે. હાલ ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીનો ભરાવો થતા મગફળીની આવક બંધ કરવામાં આવી છે.

ગોંડલ માર્કેટ યાર્ડમાં કપાસ અને ગોંડલીયા મરચાની આવક, મગફળીની આવક બંધ કરાઇ
ગોંડલ માર્કેટ યાર્ડમાં કપાસ અને ગોંડલીયા મરચાની આવક, મગફળીની આવક બંધ કરાઇ

By

Published : Dec 19, 2020, 9:22 AM IST

  • ગોંડલ માર્કેટિં યાર્ડમાં મગફળીની આવક બંધ
  • ગોંડલ યાર્ડમાં 80-85 હજાર ગુણી મગફળીની આવક
  • મગફળીનો સ્ટોક વધતા આવક બંધ કરાઇ

રાજકોટઃ ગોંડલ માર્કેટિં યાર્ડમાં માંડવી-કપાસ અને ગોંડલીયા મરચાની આવક જોવા મળી છે. હાલ ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીનો ભરાવો થતા મગફળીની આવક બંધ કરવામાં આવી છે.

મગફળીની આવકમાં વધારો

સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું રાજકોટ જિલ્લાનું ગોંડલ માર્કેટ યાર્ડમાં આજ રોજ મગફળી-કપાસ અને ગોંડલીયા મરચાની આવક વધી છે. ગોંડલ યાર્ડમાં મગફળીની 70 હજાર ગુણીની આવક થઇ છે. જેમાં મગફળીની હરરાજીમાં મગફળીના ભાવ 720 /-થી લઈને 1076 /-સુધીના બોલાયા હતા. 4 દિવસ પહેલા પણ ગોંડલ યાર્ડમાં 80-85 હજાર ગુણી મગફળીની આવક થઈ હતી, ત્યારે શનિવારના રોજ મગફળીની આવક થતા 10 થી 15 હજાર ગુણી ઓછી આવક થઈ છે.

મગફળીનો ભરાવો થતા આવક બંધ કરવામાં આવી

ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની આવક દર દિવસે ઘટતી જાય છે. અને આગામી દિવસોમાં પણ મગફળીની આવકમાં ઘટાડો થશે તેવી સંભાવની છે. હરરાજી કરવામાં આવશે ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીનો ભરાવો થતા આવક બંધ કરવામાં આવી છે.

ગોંડલ માર્કેટ યાર્ડમાં કપાસ અને ગોંડલીયા મરચાની આવક, મગફળીની આવક બંધ કરાઇ

માર્કેટ યાર્ડમાં ગોંડલીયા મરચાની 1800 ભારીની આવક

છેલ્લા 15 દિવસથી મરચાની આવક ચાલુ કરી છે, ત્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં ગોંડલીયા મરચાની 1800 ભારીની આવક થઇ હતી, ત્યારે યાર્ડમાં મરચાની હરરાજીમાં 1000 /- થી ઉંચા 3900 /- સુધીના ભાવ બોલાયા હતા. હાલ ગોંડલીયા મરચાની આવકને લઇને રાજસ્થાનના વેપારીઓ પણ ગોંડલ યાર્ડ ખાતે મરચા લેવા આવી પોહચ્યાં છે.

માર્કેટ યાર્ડમાં કપાસની 15000 મણની આવક મળી જોવા

ગોંડલ માર્કેટ યાર્ડમાં દરરોજ 15 થી 17 હજાર મણની આવક આવે છે. ગોંડલ યાર્ડમાં 15 હજાર મણની આવક થઈ છે, ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરરાજીમાં કપાસના ભાવ 961 /-થી 1166 /- સુધીના બોલાયા હતા.

ABOUT THE AUTHOR

...view details