રાજકોટ: હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, ત્યારે રાજ્યમાં પણ મોલ, થિયેટર અને સ્વિમિંગ પુલ તેમજ શાળા-કૉલેજો આગામી 2 અઠવાડિયા સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
કોરોના વાયરસ ઈફેક્ટઃ રાજકોટ મનપા તંત્ર એલર્ટ, સાવચેતી રાખવા કમિશ્નરે કરી અપીલ - ઉદિત અગ્રવાલ
કોરોના વાયરસને પગલે રાજકોટ મહાનગરપાલિકા સફાળી જાગી ગઈ છે. આ વાયરસ ફેલાય નહીં તે અંગેની તકેદારી રાખવા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ અંગે રાજકોટ મનપા કમિશ્નરે પણ લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.
આ નિર્ણય અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ આગમચેતીના ભાગરૂપે મનપા સંચાલિત જીમ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ જાહેર માર્ગો પર થૂંકનારા લોકો પર પણ આકરી કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ મનપા દ્વારા શહેરના વિવિધ વોર્ડમાં હોમિયોપેથીક અને આયુર્વેદિક રોગ પ્રતિકારક શક્તિઓની દવાનું સામાજિક સંસ્થાઓને સાથે રાખીને વિતરણ કરવામાં આવી રહ્યું છે. મનપા કમિશ્નર ઉદિત અગ્રવાલ દ્વારા શહેરીજનો સાવચેતીના ભાગરૂપે સ્વચ્છતા રાખવા અને માસ્ક પહેરવાની અપીલ કરી છે.