ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં રિસોર્ટ ખાતે કોંગ્રેસ MLAના 'બોલશે ગુજરાત' કાર્યક્રમ અંતર્ગત ધરણાં - કોંગ્રેસ MLA

રાજ્યસભાની ચૂંટણી અંતર્ગત સૌરાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્યોને રાજકોટ ખાતે આવેલ નિલસિટી રિસોર્ટ ખાતે રાખવામાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસ MLA દ્વારા 'બોલશે ગુજરાત' કાર્યક્રમ અંતર્ગત ધરણાં યોજવામાં આવ્યા હતા.

Congress MLA's picket
રાજકોટમાં રિસોર્ટ ખાતે કોંગ્રેસ MLA

By

Published : Jun 7, 2020, 2:23 PM IST

રાજકોટ : કોંગ્રેસના ધારાસભ્યોને રાજકોટ ખાતે આવેલ નિલસિટી રિસોર્ટ ખાતે રાખવામાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસ MLA દ્વારા 'બોલશે ગુજરાત' કાર્યક્રમ અંતર્ગત ધરણાં યોજવામાં આવ્યા હતા. જેમાં વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડીયા, હાર્દિક પટેલ સહિતના કોંગી નેતાઓ દ્વારા ધરણાં યોજવામાં આવ્યા હતા. મુખ્યત્વે કોંગ્રેસની માંગ છે કે, કોરોનાની મહામારી દરમિયાન લોકડાઉનમાં ઉદ્યોગધંધા બંધ છે. છેલ્લા બે મહિનામાં રાજ્યના નાના અને મધ્યમ વર્ગના લોકોની આર્થિક સ્થિતિ ખોરવાઈ ગઇ છે. જેને લઈને તેમનું લાઇટ બિલ, મકાન બિલ ,વીજળી બિલ સહિતના વેરા માફ કરવામાં આવે.

રાજકોટમાં રિસોર્ટ ખાતે કોંગ્રેસ MLAના 'બોલશે ગુજરાત' કાર્યક્રમ અંતર્ગત ધરણાં

ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્યસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્ર ઝોનના 20થી વધુ ધારસભ્યોને રાજકોટના નિલસિટી રિસોર્ટ ખાતે રાખવામાં આવ્યા છે. જ્યાં આગામી રણનીતિ ઘડવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details