- કોંગ્રેસે અંતિમ દિવસે જાહેર કરી યાદી
- ચૂંટણી પર વર્તાઈ રહી છે ખેડૂત આંદોલનની અસર
- કોંગ્રેસે એકસાથે 19 નામો કર્યા જાહેર
રાજકોટ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગ્રામ્ય મતદારોમાં અંડર કરન્ટ જોવા મળી રહ્યો છે. દિલ્હી બોર્ડર પર ચાલતા ખેડૂત આંદોલનની અસર ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. જેથી ગત ચૂંટણી જેવો ચમત્કાર સર્જાય તેવી શક્યતાઓ છે. કોંગ્રેસે ઉમેદવારો પણ ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે જાહેર કર્યા તેમ છતાં હજુ પણ કોંગ્રેસ આંતરીક મતભેદો ભૂલીને કામે લાગી જાય તો કોંગ્રેસ ચમત્કાર સર્જી શકે તેવો માહોલ છે.