શહેરમાં મકરસંક્રાંતિના દિવસે સામાન્ય બાબતમાં જાહેરમાં બે જૂથ વચ્ચે ધોકા પાઇપ વડે મારામારી સર્જાઈ હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. રાજકોટની થોરાળા પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. ત્યારે પોલીસે આ મામલે પાંચ વ્યકિતની ધરપકડ કરાઈ હતી.
રાજકોટમાં ઉત્તરાયણના દિવસે બે જૂથ વચ્ચે અથડામણ, ઘટનાનો વીડિયો થયો વાયરલ - રાજકોટ લેટેસ્ટ ન્યુઝ
રાજકોટ: શહેરમાં ઉત્તરાયણના દિવસે જૂથ અથડાણ થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી હતી.
ઉત્તરાયણના દિવસે બે જૂથ વચ્ચે છૂટ્ટાહાથે મારામારી, પોલીસે 5 ઈસમોની કરી ધરપકડ
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મોબાઈલ પર વાતચીત કરવા જેવી સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે બબાલ સર્જાઈ હતી. હાલ, પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.