ચીડિયા ઘરમાં પક્ષીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે કુંડા અને ગ્રીન નેટ જામનગર : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડીનો ચમકારો ભારે અનુભવાઈ રહ્યો છે. ત્યારે લોકો રાત્રે તેમજ દિવસે પણ સ્વેટર પહેરીને બહાર નીકળવાનું પસંદ કરે છે. આ ઉપરાંત કેટલાક સમયે ભારે ઠંડો પવન પણ વાય રહ્યો છે. ત્યારે જામનગરમાં પણ છેલ્લા બે દિવસથી સિંગલ ડિજિટમાં પારો જોવા મળી રહ્યો છે. સતત વધતી ઠંડીથી અબોલ પક્ષીઓ પરેશાન બની રહ્યા છે. જેને લઇને શહેરમાં આવેલા લખોટા લેકના ચીડિયા ઘરમાં મનપાએ પક્ષીઓ માટે ખાસ વ્યવસ્થા કરી છે.
આ પણ વાંચોToday Weather Updates: આવનારા 4 દિવસ ઠંડી થથરાવી દેશે, ઉ.ભારતમાં ભુક્કા કાઢ્યા
પક્ષીઓ માટે ખાસ વ્યવસ્થા જામનગરના લખોટા લેકના ચીડિયા ઘરમાં કુંડા અને ગ્રીન નેટ રાખવામાં આવી છે. જો પક્ષીઓને વધુ ઠંડી લાગે તો તે માટીના કુંડામાં આશરો લઈ શકે છે. ભારે પવનને રોકવા માટે ગ્રીન નેટ રાખવામાં આવી છે. જોકે સૂર્ય પ્રકાશ પણ પુરતો પક્ષીઓને મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. મનપા કર્મચારી હિરેન સોલંકીએ જણાવ્યું કે, દર વર્ષે જે પ્રકારે ઠંડી વધતી હોય તે પ્રમાણે ચીડીયા ઘરમાં પક્ષીઓને ઠંડીથી બચાવવા માટે અગાઉથી જ આયોજન કરવામાં આવતું હોય છે. ખાસ કરીને આ વર્ષે છેલ્લા બે દિવસથી ઠંડીનું પ્રમાણ વધ્યું છે, જેના કારણે પક્ષીઓના પાંજરાઓમાં ગ્રીન નેટ રાખવામાં આવી છે.
આ પણ વાંચોકેદારકંઠાની કડકડતી ઠંડી વચ્ચે 15 ડિગ્રીમાં ટ્રેકિંગ, 12500 ફૂટની ઊંચાઈ પર તિરંગો ફરકાવ્યો
પક્ષીઓ બચવા માટે પીછાંનો ઉપયોગ પક્ષીવીદ બીટુભાઈ જણાવ્યું હતું કે, પક્ષીઓ ઠંડીથી બચવા માટે મોટાભાગે પોતાના પીછાઓનો જ ઉપયોગ કરતા હોય છે. ખાસ કરીને ઠંડીથી બચવા માટે પક્ષીઓ જુદા જુદા પ્રદેશોમાં માઈગ્રેટ થતા હોય છે. જામનગરમાં પણ ઈરાન ઈરાક અને પાકિસ્તાનથી શિયાળાની ઋતુમાં વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં વસવાટ કરતા જોવા મળે છે. આમ તો પક્ષીઓના શરીરની રચના જ એવી હોય છે કે તે ઠંડી અને ભારે પવનમાં પણ પોતાનું રક્ષણ ખુદ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ઠંડીના ચમકારાની ભારે અસર દેખાઈ છે. જેને લઈને માનવી પશું પક્ષીની પણ રખવાળી કરતાં જોવા મળી રહ્યા છે. ત્યારે જામનગરમાં ચિડીયા ઘરમાં પક્ષીઓ માટે ખાસ વ્યવસ્થા જોવા મળી રહી છે.