ગુજરાત

gujarat

ETV Bharat / state

મુખ્યપ્રધાન રૂપાણીએ લીધી રાજકોટના નિર્માણાધીન બસ સ્ટેશનની મુલાકાત - visit

રાજકોટ: શહેરમાં 50 વર્ષ પહેલા નિર્માણ પામેલું જૂનું બસ સ્ટેશન હતું. જેને તોડીને હાલ નવું આધુનિક કક્ષાનું બસ સ્ટેશન બનાવવાની કામગીરી આરંભવામાં આવી છે. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજકોટના ઢેબર રોડ પર નવા નિર્માણ પામી રહેલા બસ સ્ટેશનની મુલાકાત કરી હતી. અહીં રાજકોટમાં કેટલા મુસાફરો રોજ આવે જાય છે, તેમજ સૌરાષ્ટ્રભરમાંથી ઘણી બસો આવે છે. તે અંગેની માહિતી પણ મેળવી હતી.

મુખ્યપ્રધાને લીધી રાજકોટના નિર્માણાધીન બસ સ્ટેશનની મુલાકાત

By

Published : Jun 30, 2019, 8:16 PM IST

સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં દરરોજ હજારો લોકોની અવર જવર રહેતી હોય છે. જેને લઈને રાજકોટના જુના બસ સ્ટેશનમાં આ મુસાફરોની સુવિધાઓમાં ક્યાંક અભાવ જોવા મળતો હતો.

મુખ્યપ્રધાન રૂપાણીએ લીધી રાજકોટના નિર્માણાધીન બસ સ્ટેશનની મુલાકાત

ત્યારે રાજ્ય સરકાર દ્વારા જુના બસ સ્ટેશનને પાડીને અહીં રૂપિયા 45.23 કરોડના ખર્ચે નવું આધુનિક કક્ષાનું બસ સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે.

જેમાં બસ સ્ટેશનની અંદર જ ગેસ્ટહાઉસ, જમવાની વ્યવસ્થા, વોલ્વો બસની અલગ પાર્કિંગ સુવિધા સહિત જેમ ઍરપોર્ટ પર પેસેન્જરને સુવિધાઓ આપવામાં આવે છે. તેવી સુવિધાઓ બસ સ્ટેશનમાં મળી રહે તે પ્રકારનું બસ સ્ટેશનમાં બનાવવામાં આવી રહ્યું છે.

જેનું કામ આગામી ઑકટોબર નવેમ્બરમાં સંપૂર્ણ પૂર્ણ થશે. ત્યારે રવિવારના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા આ આધુનિક કક્ષાના નિર્માણ થઇ રહેલા બસ સ્ટેશની મુલાકાત કરવામાં આવી હતી.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details