મુખ્યપ્રધાન રૂપાણીના ભાઇ લલિતભાઇ બેરીંગ ટ્રેડીંગના વેપારી હોય ભૂતકાળમાં વિજયભાઈ પણ અહીં તેમના પિતા રમણિકલાલભાઇ સાથે આ પેઢીમાં કામ કરી ચૂકયા છે.
CM રૂપાણીએ રાજકોટમાં પરિવારજનો સાથે લક્ષ્મીપૂજન કર્યું - vijay rupani
રાજકોટઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રવિવારે દિવાળી પર્વ નિમિત્તે રાજકોટના ગરેડિયા કુવા રોડ ખાતે તેમના કુટુંબીજનો સાથે રમણિકલાલ એન્ડ સન્સ પેઢીમાં લક્ષ્મીપૂજન, શારદાપૂજન અને ચોપડાપૂજન કર્યુ હતું. તેમજ પોતાના પરિવારજનો અને મિત્રોને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.
CM રૂપાણીએ રાજકોટમાં પરિવારજનો સાથે લક્ષ્મીપૂજન કર્યું
આ પ્રસંગે વિજયભાઇ રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણી, તેમના ભાઈ લલિતભાઇ રૂપાણી, પ્રવિણભાઇ રૂપાણી, સહિતના પરિવારજનો તેમજ - પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, કલેક્ટર રેમ્યા મોહન સહીતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ પૂર્વે આ વિસ્તારના લોકોએ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીનું ભવ્ય સ્વાગત કર્યુ હતું.