રાજકોટ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel Inaugurating Amrit Mohotsav ) સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન રાજકોટ (Swaminarayan Gurukul Rajkot ) પ્રેરિત ‘અમૃત મહોત્સવ’ને (Amrit Mohotsav ) સહજાનંદનગર ખાતે ખુલ્લો મુક્યો હતો. તેમણે પોતાના સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે, રાજકોટ ખાતે સ્વામિનારાયણ સંસ્થાના 75વર્ષ પૂર્ણ થવાના અવસરે અમૃત મહોત્સવ સાથોસાથ ભારતની આઝાદીના 75 વર્ષ અનુસંધાને અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જે એક સુભગ સમન્વય છે. સ્વામિનારાયણ ગુરુકુળની સંસ્થા વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથોસાથ મૂલ્યનિષ્ઠ સંસ્કારોનું સિંચન કરવાનું પણ ઉમદા કાર્ય કરી રહ્યું છે. અહીં વિદ્યાર્થીઓ જ્ઞાન મેળવવાની સાથે ઉચ્ચ માનવ મૂલ્યો પણ પ્રાપ્ત કરે છે, જે વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં ખૂબ જ જરૂરી હોવાનું મુખ્યપ્રધાને જણાવ્યું હતું.
આ પણ વાંચો સાત સમંદર પાર 221 મી સ્વામિનારાયણ મહામંત્ર જયંતીની આસ્થાભેર ઉજવણી
અમે અહીં સંતોમહંતોના આશીર્વાદ લેવા આવ્યા: CM ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ મુખ્યપ્રધાને ગુજરાત રાજ્યના વિકાસમાં સૌ નિષ્ઠા અને પ્રમાણિકતાથી કામ કરી શકીએ તે માટે અમે અહીં સંતો મહંતોના આશીર્વાદ લેવા આવ્યા હોવાનું પણ સગૌરવ જણાવ્યું હતું. જ્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Governor Acharya Devvrat )એ કહ્યું હતું કે, રાજકોટ ગુરૂકુળની આજે બીજ માંથી વટવૃક્ષ સમાન એક સંસ્થા બની ગઇ છે. મેં ગુરુકુળની કામગીરીને નજીકથી જોઈ છે. તેમના ગુરૂકુળ વિશાળ અને આલીશાન છે. સ્વામિનારાયણ સંસ્થાના સિદ્ધાંતોને વાગોળતા તેમણે કહ્યું હતું, જે દેશમાં નારીનું સન્માન થાય છે, ત્યાં દેવતાઓનો વાસ નિશ્ચિત છે. ભારતીય નારીનું સન્માન વર્ષોથી કરવામાં આવે છે. સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ સંતોનું માતા-બહેનો-દિકરીઓ પ્રત્યેનું આદર સન્માન જોઈને હું પ્રભાવિત થયો છું. તેઓ મંદિર બનાવીને પુજા પાઠ પુરતું સિમિત નથી પરંતુ કુરીવાજો વિરુધ્ધ કામ કરે છે, આરોગ્ય માટે જરૂરી સાધન-સુવિધા પુરી પાડે છે, બાળકોને ભણાવે છે, ગાયોનું અને ધર્મનું રક્ષણ કરે છે, માતાઓનું સન્માન કરે છે.