ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોંડલના મોવિયા પાસે કાર-ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 1 નું મોત

રાજકોટઃ ગોંડલ તાલુકાના મોવિયા પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થતાં કાર ચાલકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો છે અને અકસ્માતને લઈને રોડની બંને બાજુ ટ્રાફિક જામ થયો હતો.

અકસ્માત

By

Published : May 20, 2019, 6:31 AM IST

માહિતી પ્રમાણે, ગોંડલ તાલુકાના મોવિયા ગામના કંટોલિયા પરામાં રહેતા અને ગોંડલ જેતપુર રોડ ઉપર ગેરજમા કામ કરતા કિશન સાવલિયા (ઉ.વ.22) ઝેન કાર લઈને મોવિયાથી ગોંડલ કાર લઈ ફરવા નીકળ્યો હતો. તે દરમિયાન મોવિયા નજીક ઝેન કાર ટ્રક સાથે ગમખ્વાર અકસ્માત થતાં યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયુ હતું.

ગોંડલના મોવિયા પાસે કાર-ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 1 નું મોત

અકસ્માત થતાં સ્થાનિકોએ તુરંત જ પોલીસને જાણ કરતા 108 દ્વારા યુવાનના મૃતદેહને ગોંડલ સરકારી હોસ્પિટલમાં પોસમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. આ બનાવની તપાસ ગોંડલ તાલુકા પોલીસે હાથ ધરી છે. પોલીસે આપેલ માહિતી મુજબ મૃતક યુવાન કિશન ગોંડલના જેતપુર રોડ ઉપર આવેલ દેવદિપ મોટર ગેરજમા કામ કરતો હતો અને તેમના પિતા મનીષભાઈ સાવલિયા ખેતી કામ કરે છે. મનીષભાઈને સંતાનમા કિશન અને એક દીકરી છે.

ABOUT THE AUTHOR

...view details